જામનગર શહેરમાં અંબર ચોકડી નજીક આવેલા કોમ્પલેક્સમાંથી અકસ્માતે નીચે પટકાતા પ્રૌઢનું મોત નીપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં અંબર ચોકડી પંચમુખી હનુમાન નજીક આવેલા કોમર્શીયલ કોમ્પલેક્ષમાં કિરીટસિંહ ભૂપતસિંહ વાઢેર (ઉ.વ.55) નામના સિક્યોરીટીનો વ્યવસાય કરતા પ્રૌઢ રવિવારે સવારના સમયે તેની ઓફિસમાંથી કોઇપણ રીતે નીચે પડી જતા ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ત્યાં તેમનુ મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે હિમાંશુ ગોસાઇ દ્વારા જાણ કરાતા હે.કો. આર.એ.જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.