જામનગર નજીક આવેલા એસએસબી કેમ્પ પાસેના વાલ્મિકી વાસમાં રહેતાં પ્રૌઢનું નિંદ્રાધિન હાલતમાં બેશુધ્ધ થઈ જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગર તાલુકાના મોડપર ગામમાં રહેતાં પ્રૌઢને છાતીમાં દુ:ખાવો થવાથી મૃત્યુ થયું હતું.
બનાવની વિગત મુજબ, જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલા વાલ્મિકી વાસમાં રહેતા દિનેશ વેલજીભાઈ રાઠોડ (ઉ.વ.50) નામના પ્રૌઢ તેના ઘરે નિંદ્રાધિન હતાં તે દરમિયાન બેશુદ્ધ થઈ જતાં રવિવારે સવારના સમયે તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ફરજ પરના તબીબોએ મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર કેતનભાઈ દ્વારા જાણ કરાતા હેકો કે.કે.ગઢવી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર તાલુકાના મોડપર ગામના પાટીયા પાસે રહેતાં અને મૂળ પશ્ચિમ બંગાળના વતની દિલ્પેન્કુ પુનૈકુ દુતા (ઉ.વ.50) નામના પ્રૌઢ ને ગત તા.19 ના રોજ રાત્રિના સમયે એકાએક છાતીમાં દુ:ખાવો ઉપડતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું રવિવારે રાત્રિના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે સંજયભાઈ કરમુર દ્વારા જાણ કરાતા હેકો સી.ડી.જાટીયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.