જામનગર શહેરમાં ચૈત્રમાસમાં જૈનોની આયંબિલની ઓળીનો પ્રારંભ થયો છે. સમસ્ત જૈન સમાજ-જામનગરની ચૈત્રમાસની આયંબિલની ઓળીનો જયસુખલાલ મનસુખલાલ વાલજીભાઇ શાહ પરિવાર હ. સંઘમાતા હેમલતાબા દ્વારા લાભ લીધો છે. જામનગરના લોકાગચ્છની વાડી, પેલેસ દેરાસર, પટેલ કોલોની આયંબિલ ભુવન, તેજપ્રકાશ સોસાયટી આયંબિલ ભુવન, પ્રવાસી ગૃહ, રાણજીતનગર તથા ચંપાવિહાર સહિત કુલ સાત સ્થળોએ આયંબિલનું આયોજન કરવામાં આવ્યું છે.
આજરોજ લોકાગચ્છની વાડીમાં સમસ્ત જૈન સમાજના બાળકો માટે આયંબિલની ઓળીની આરાધનાનું આયોજન કરાયું હતું. જેમાં 325થી વધુ બાળકોએ લાભ લીધો હતો. આ તકે મેયર બીનાબેન કોઠારી, કેતનભાઇ ગોસરાણી, નિલેષભાઇ કગથરા, સમસ્ત જૈન સમાજના વિજયભાઇ શેઠ, અજયભાઇ શેઠ, ચેતનભાઇ શાહ, વિપુલભાઇ મહેતા, દાતા પરિવારના મયૂરભાઇ શાહ, વ્યવસ્થાપકો દિપકભાઇ શાહ, સુબોધભાઇ વારીયા, રાજુભાઇ શાહ, ચેતનભાઇ શાહ, પરેશભાઇ વારીયા વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.