શેઠજી જૈન દેરાસરમાં બિરાજમાન આદેશ્વર ભગવાનની જન્મ કલ્યાણક, દિક્ષા કલ્યાણકની ઉજવણી કરવામાં આવનાર છે. દેવ-દેવી પ્રતિષ્ઠા, પુન: પ્રતિષ્ઠા, ધ્વજારોહણ સહિતા કાર્યક્રમનું આયોજન તા. 14 થી 17 માર્ચ દરમિયાન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પૂ. ગુરૂદેવ શ્રીમદ્ વિજય ગુણરત્નસુરિશ્ર્વરજી મહારાજના શિષ્યરત્ન આજીવન ચરણ ઉપાસક પ.પૂ. આચાર્યદેવ રશ્મિરત્નસુરિ મ.સા. તથા પ.પૂ. પદ્મભૂષણ આચાર્ય ભગવંત રત્નસુંદરસુરિશ્ર્વરજી મ.સા.ના શિષ્ય રત્ન પ.પૂ.પ્રવર હિમકારસુંદરવિજયજી મ.સા.ની પધરામણી પ્રસંગે વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંઘ દ્વારા ચાંદીબજાર શેઠજી દેરાસરની બાજુમાં પાઠશાળા ઉપાશ્રયે પધરામણી થઇ હતી. જે પહેલા હવાઇચોકથી સામૈયાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોર્પોરેટર નિલેશભાઇ કગથરા ઉપસ્થિત રહ્યાં હતાં.
આવતીકાલથી આ ત્રિ-દિવસિય કાર્યક્રમોની શરુઆત થઇ રહી છે જેમાં તા. 14ના સવારે 7 થી 8 દરમિયાન દિક્ષાદાનેશ્ર્વરી ગુરુદેવ ગુણરત્નસુરિજીની 32મી માસિક સ્વ. તિથિ નિમિત્તે સામુહિક ગુણાનુવાદ યોજાશે. તા. 15ના સવારે 5:30 વાગ્યે શરણાઇવાદન, 6 વાગ્યે ભક્તામર સ્ત્રોત્રપાઠ, 6:30 વાગ્યે સામુહિક સ્નાત્ર પૂજા, 7:15 વાગ્યે દાદાની પક્ષાલ પૂજા, તથા હેમના આભૂષણ પૂજાના ઘીની બોલી, 9 વાગ્યે શેઠ પ્રાણલાલ પદમશી પરિવારના લાભાર્થે કલ્પેશભાઇ શાહ (સિહોરવાળા) દાદાની ધ્વજાની વિધિ કરાવશે. બપોરે 12:30 વાગ્યે લાભાર્થી કુંદનબેન વસંતરાય દોશી પરિવાર વિણાબેન મુકેશભાઇ દોશીના ઉપધાન તપ નિમિત્તે વિશાશ્રી માળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંઘનું સ્વામિ વાત્સલ્ય બપોરે 3 વાગ્યે મહાવીર જૈન સંગીત મંડળ 99 પ્રકારી પૂજા ભણાવશે. તેમજ રાત્રે 8:30 કલાકે મુંબઇના સંગીતકાર પિયુષભાઇ શાહ દ્વારા ભક્તિ ભાવના તેમજ ભાવના દરમિયાન દાદાને 108 દિવાની આરતી, મંગલદિપકના ઘીની ઉછામણી તથા દાદાને અંગરચના કરવામાં આવશે. તા. 17ના સવારે 7 થી 8 દરમિયાન પૂ. ગુરુદેવ રશ્મિરત્નસુરિજીની 45મી દિક્ષા તિથિ નિમિત્તે સામુહિક પ્રવચન તથા તા. 19ના સવારે 9 વાગ્યે શાસ્ત્રીય સામાયિક યોજાશે.