Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરહાપા-બિલાસપુર તથા પોરબંદર-મુંબઇ સેન્ટ્રલ ટ્રેનમાં વધારાના કોચ લગાડાશે

હાપા-બિલાસપુર તથા પોરબંદર-મુંબઇ સેન્ટ્રલ ટ્રેનમાં વધારાના કોચ લગાડાશે

ઓખા-વારાણસી અને ઓખા-જયપુર ટ્રેનમાં પેન્ટ્રી કાર કોચની સુવિધા શરૂ કરાશે

- Advertisement -

પશ્ર્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે હાપા – બિલાસપુર, પોરબંદર-મુંબઇ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એકસપ્રેસ ટ્રેનમાં વધારાના કોચ જોડવા નિર્ણય કરાયો છે. રાજકોટ ડીવીઝનના સીનીયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર ટે્રન નં.22939/22940 હાપા – બિલાસપુર ટ્રેનમાં વધારાનો એક થર્ડ એસી કોચ તથા એક સેકન્ડ સ્લીપર કોચ જોડવામાં આવશે. આ કોચ હાપાથી 25 ડિસેમ્બરથી તથા બિલાસપુરથી તા.27 ડિસેમ્બરથી જોડવામાં આવશે. આ ઉપરાંત ટ્રેન નં.19016/19015 પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એકસપ્રેસ ટ્રેનમાં એક વધારાનો થર્ડ એસી કોચ તથા બે સેક્ધડ સ્લીપર કોચ જોડવામાં આવશે. આ વધારાના કોચ પોરબંદરથી 26 ડિસેમ્બરથી તથા મુંબઇ સેન્ટ્રલ થી 25 ડિસેમ્બરથી જોડવામાં આવશે. આ ઉપરાંત ઓખા-વારાણસી તથા ઓખા – જયપુર ટ્રેનોમાં પેન્ટ્રી કારની સુવિધા શરૂ કરવામાં આવી છે. ટ્રેન નં.22969/22970 ઓખા વારાણસી એકસપ્રેસમાં 30 ડિસેમ્બરથી ઓખાથી તથા 1 જાન્યુઆરીથી વારાણસીથી પેન્ટ્રી કાર કોચ તથા ટ્રેન નં.19573/19574 ઓખા-જયપુર ટ્રેન માં 3 જાન્યુઆરીથી ઓખાથી તથા 4 જાન્યુઆરીથી જયપુરથી પેન્ટ્રી કાર કોચ લગાડાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular