Friday, December 26, 2025
Homeરાજ્યજામનગરપશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી ટ્રેનોમાં વધારાના કોચ જોડાશે

પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી ટ્રેનોમાં વધારાના કોચ જોડાશે

મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ત્રણ જોડી ટ્રેનોમાં હંગામી ધોરણે વધારાના કોચ જોડવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ  અભિનવ જેફ એ જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 22946/22945 ઓખા – મુંબઈ સેન્ટ્રલ – ઓખા સૌરાષ્ટ્ર મેલ માં ઓખા થી 18/01/2022 થી 17/02/2022 સુધી અને મુંબઈ સેન્ટ્રલ થી 15/01/2022 થી 14/02/2022 સુધી એક વધારાનો સેક્ધડ એસી કોચ જોડવામાં આવશે. ટ્રેન નંબર 19251/19252 સોમનાથ-ઓખા-સોમનાથ એક્સપ્રેસને માં સોમનાથથી 17/01/2022 થી 16/02/2022 સુધી અને ઓખાથી 16/01/2022 થી 15/02/2022 સુધી એક વધારાનો સેક્ધડ એસી કોચ જોડવામાં આવશે.

- Advertisement -

ટ્રેન નંબર 19218/19217 વેરાવળ – બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાં વેરાવળથી 19 થી 02/02/2022 સુધી (22/01/2022, 23/01/2022, 27/01/2022 અને 01/02/2022 સિવાય) અને બાંદ્રા થી 18.01.2022 થી 01/02/2022 સુધી (21/01/2022, 22/01/2022, 26/01/2022 અને 31/01/2022 સિવાય) એક વધારાનો સ્લીપર કોચ જોડવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular