Monday, December 23, 2024
Homeરાજ્યરેલવે દ્વારા 3 જોડી ટ્રેનોમાં વધારાના કોચ જોડાશે

રેલવે દ્વારા 3 જોડી ટ્રેનોમાં વધારાના કોચ જોડાશે

- Advertisement -

મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ત્રણ જોડી ટ્રેનોમાં હંગામી ધોરણે વધારાના કોચ જોડવાનો નિર્ણય કર્યો છે.

- Advertisement -

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફ એ જણાવ્યા અનુસાર ટ્રેન નંબર 22946/22945 ઓખા-મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલમાં ઓખાથી 18.2.2022 થી 3.3.2022 સુધી અને મુંબઈ સેન્ટ્રલ થી 15.2.2022 થી 28.2.2022 સુધી એક વધારાનો સેક્ધડ એસી કોચ જોડવામાં આવશે.

ટ્રેન નંબર 19251/19252 સોમનાથ-ઓખા-સોમનાથ એક્સપ્રેસને માં સોમનાથથી 17.2.2022થી 16.2.2022 સુધી અને ઓખાથી 16.2.2022 થી 1.3.2022 સુધી એક વધારાનો સેક્ધડ એસી કોચ જોડવામાં આવશે.

- Advertisement -

ટ્રેન નંબર 19218/19217 વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાં વેરાવળથી 3.2.2022 થી 2.3.2022 સુધી (22.2.2022 અને 26.2.2022 સિવાય) અને બાંદ્રાથી 2.2.2022 થી 1.3.2022 સુધી (21.2.2022, 25.2.2022 સિવાય) એક વધારાનો સ્લીપર કોચ જોડવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular