Friday, December 27, 2024
Homeરાજ્યગુજરાતઅદાણી યુનિવર્સિટી અને AHRD રિસર્ચ સહિતના પ્રોગ્રામ્સ માટે પરસ્પર સહયોગ કરશે

અદાણી યુનિવર્સિટી અને AHRD રિસર્ચ સહિતના પ્રોગ્રામ્સ માટે પરસ્પર સહયોગ કરશે

સર્ટિફિકેટ કોર્સીસ, એક્ઝિક્યુટિવ એજ્યુકેશન અને ડોક્ટરલ જેવા ઉચ્ચ ડિગ્રી રિસર્ચ કાર્યક્રમો માટે સમજૂતિ

- Advertisement -

અદાણી યુનિવર્સિટી અને એકેડેમી ઓફ HRD (AHRD) વચ્ચે સર્ટિફિકેશન પ્રોગ્રામ્સ, એક્ઝિક્યુટિવ એજ્યુકેશન અને ડોક્ટરલ ડિગ્રીઝના રિસર્ચ પ્રોગ્રામ્સ માટે સમજૂતી કરવામાં આવી છે. અદાણી યુનિવર્સિટીના પ્રો. ડૉ. એમ. મુરુગનંત અને HRDA ના ચેરપર્સન ડૉ. રાજેશ ચંદવાણી દ્વારા સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. માનવ સંસાધન સમુદાય અને તેમની ભાવિ માંગણીઓને પૂરી કરવામા આ ભાગીદારીથી લાભ થશે.

- Advertisement -

આ પ્રસંગે અદાણી યુનિવર્સિટીના પ્રો. ડૉ. એમ. મુરુગનંતે જણાવ્યું હતું કે, “અધ્યયનને વધારવા અને સમાજમાં પ્રભાવ બનાવવાના ઉદ્દેશ્યથી અદાણી યુનિવર્સિટીએ 3T ફ્રેમવર્ક અપનાવ્યું છે. જેમાં ટ્રાન્સલેટ, ટ્રાન્સસેન્ડ અને શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે પરિવર્તનનો સમાવેશ થાય છે. આ યાત્રામાં AHRD સાથે ભાગીદારી કરવા બદલ અમે ગર્વ અનુભવીએ છીએ.” તેમણે ઉમેર્યું હતું કે યુનિવર્સિટીનું સંશોધન સઘન છે અને તેણે વિશિષ્ટ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, મેનેજમેન્ટ, ટેક્નોલોજી, ડિફેન્સ અને હેલ્થકેર વગેરેનો સમાવેશ થાય છે. AHRD સાથેની સમજૂતિ દ્વારા વ્યાવસાયિકોને હવે માનવ સંસાધનમાં પેકેજ્ડ/કસ્ટમાઇઝ્ડ સર્ટિફિકેટ્સ (અથવા) 3-વર્ષનો ડોક્ટરલ પ્રોગ્રામની તક મળશે.

વર્ષોથી એકેડેમીએ HRDને વ્યાપક વ્યવસ્થાપન વ્યૂહરચનાનો મહત્વપૂર્ણ ભાગ બનાવવા વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો શરૂ કર્યા છે અને તેનું સંચાલન કર્યું છે. ઉદ્યોગો સામેના સ્પર્ધાત્મક પડકારો અને વૈશ્વિકરણે જે તકો ખોલી છે તેનાથી આ ઉદ્દેશ્યને જબરદસ્ત મહત્વ મળ્યું છે. ઈવેન્ટ દરમિયાન, AHRDના ચેરપર્સન ડૉ. રાજેશ ચંદવાણીએ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે “સંશોધનમાં શ્રેષ્ઠતાની શોધ હંમેશા AHRDનું પ્રેરક બળ રહ્યું છે, અને અદાણી યુનિવર્સિટી સાથેનો અમારો સહયોગ માત્ર ઉચ્ચ-સ્તરની ગુણવત્તા જાળવવાની અમારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે.”

- Advertisement -

આ MOU વૈશ્વિક કુશળતા મેળવવા, શૈક્ષણિક જ્ઞાનેવર્ધન સાથે સમય અને સંસાધનોનો લાભ લેવાની પુરતી તકો પૂરી પાડે છે. તે પ્રોફેશનલ્સને ઈનસાઈટ્સનો ઉપયોગ કરી રિસર્ચ માર્ગદર્શન અને વધુ વ્યાવસાયિક વિકાસ માટે ટૂંકા અને લાંબા ગાળાના ખાસ પ્રોગ્રામ્સનો ભાગ બનવાની તક આપે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular