Tuesday, December 3, 2024
Homeબિઝનેસઅદાણીએ દર્શાવી નાણાંકિય સધ્ધરતા 2.15 બિલિયન ડોલરની વહેલી ચૂકવણી કરી

અદાણીએ દર્શાવી નાણાંકિય સધ્ધરતા 2.15 બિલિયન ડોલરની વહેલી ચૂકવણી કરી

- Advertisement -

પ્રમોટરના લિવરેજની પુન:ચુકવણી કરવા માટે પ્રમોટરના સંકલ્પની સતત પ્રતિતી કરાવવાની દિશામાં આગળ વધતા અદાણીએ માર્જીન લિંક્ડ શેર આધારીત ફાયનાન્સની એકંદર યુએસ ડોલર 2.15 બિલીયનની 31 માર્ચ 2023ની નિયત અવધિ અગાઉ ઘણી વહેલી પુન: ચુકવણી કરી છે.

- Advertisement -

આ ઉપરાંત પ્રયોજકોએ અબુજાના હસ્તાંતરણ માટે લીધેલી યુએસ ડોલર 500 મિલીયનની સવલતનું ફાયનાન્સ પણ વહેલું ભરપાઇ કર્યું છે. પ્રમોટરનું ઇકવિટી યોગદાન વધારવા માટેની પ્રતિબધ્ધતાને અનુરૂપ હવે પ્રમોટર્સે અંબુજા અને એસીસી માટેના હસ્તાંતરણના કુલ મૂલ્ય યુએસ ડોલર 6.6 બિલીયન પૈકી યુએસ ડોલર 2.6 બિલીયન ઇન્ફયુઝ કર્યા છે. ફક્ત છ સપ્તાહમાં યુએસ ડોલર 2.65 મિલિયનની પૂર્વ ચુકવણીની સંપૂર્ણ યોજના આખરી કરીને કંપનીની મજબૂત લિક્વીડીટી મેનેજમેન્ટ પુરવાર કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular