બોલીવુડ એકટર રણબીર કપૂર પણ કોરોના વાયરસની ચપેટમાં આવ્યો છે. તેની માતા નીતુ કપૂરે સોશિયલ મીડિયાના માધ્યમ દ્રારા જાણકારી આપવામાં આવી છે. રણબીરને કોરોના થયો હોવાની વાતો વહેતી થઇ હતી ત્યારે તેની માતા દ્રારા આ વાટઇન પુષ્ટિ કરવામાં આવી છે.
રણબીર કપૂર પોતાના ઘરે કવોરન્ટાઈન થયો છે. અને હાલ તેને સામાન્ય લક્ષણો છે. આ પહેલા તેની માં નીતુ કપૂર પણ કોરોના પોઝીટીવ થઇ હતી. ફિલ્મ જુગ જુગ જીયો ના શુટિંગ દરમિયાન તેણીને કોરોના થયો હતો. રણધીર કપૂરે જણાવ્યું હતું કે રણબીરની તબિયત સ્વસ્થ નથી. ત્યારે નીતુ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે રણબીર કપૂર કોરોના પોઝીટીવ છે. આ અગાઉ પણ બોલીવુડના અનેક સિતારાઓ કોરોના વાયરસની ચપેટમાં આવ્યા હતા.
રણબીર કપૂર હાલમાં શમશેરા અને બ્રહ્માસ્ત્રની રિલીઝની રાહ જોઇ રહ્યો છે. જ્યારે શમશેરા 25 જૂન, 2021 ના રોજ રિલીઝ થવા જઈ રહી છે અને નિર્માતાઓએ બ્રહ્માસ્ત્રની રિલીઝની તારીખ જાહેર કરી નથી. શમશેરામાં વાની કપૂર અને સંજય દત્ત મુખ્ય ભૂમિકામાં છે. અયાન મુખર્જી દ્વારા દિગ્દર્શિત ફિલ્મમાં રણબીર કપૂર તેની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ સાથે જોવા મળશે.