- Advertisement -
રશિયા દ્વારા કરવામાં આવેલા હુમલાને કારણે યુક્રેનની સર્જાયેલી વિકટ પરિસ્થિતિમાંથી ભારત સરકારના સફળ પ્રયાસથી યુક્રેન ખાતે મેડિકલ અભ્યાસ કરતી ખંભાળિયાની વિદ્યાર્થિની ઐશ્વર્યાબેન નિખિલભાઈ મોદી ગઈકાલે સોમવારે ખંભાળિયા ખાતે તેમના ઘરે સલામત રીતે પરત ફરતા જિલ્લા સાંસદ પૂનમબેન માડમ દ્વારા વિડિયો કોલ મારફતે તેણી સાથે વાત કરી હતી. આ વિદ્યાર્થીનીએ સરકાર દ્વારા મળેલી મદદ અંગે સરકાર વતી સાંસદનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ ઉપરાંત તેના નિવાસસ્થાને જઈને ખંભાળિયા શહેર ભાજપ દ્વારા રાષ્ટ્રધ્વજ આપી, ફુલહાર તેમજ દ્વારકાધીશના ઉપરણાથી તેણીને આવકારી, સ્વાગત કરવામાં આવ્યુ હતું. જેમાં શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, મુકેશભાઈ કાનાણી, હિમાચલ મકવાણા, હસુભાઈ ધોળકિયા, ભવ્ય ગોકાણી, નિકુંજ વ્યાસ, મયુર ધોરીયા, રેખાબેન ઝીલકા, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઢેર, શહેર યુવા ભાજપ પ્રમુખ મોહિત પંડ્યા, મહામંત્રી રાજ પાબારી, યુવા ભાજપ ટીમ તેમજ. નગરપાલિકાના સદસ્યા રેખાબેન ખેતીયા, શહેર મહિલા ભાજપ પ્રમુખ મિતાબેન લાલ, મહામંત્રી મેઘાબેન વ્યાસ તેમજ શહેર મહિલા ભાજપ ટીમના હોદેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -