Wednesday, January 8, 2025
Homeરાષ્ટ્રીયઅમેઝિંગ ફીચર્સ અને સ્ટાઇલિશ દેખાવ સાથે આવી રહ્યું છે સ્કુટર્સનો બાદશાહ Activa...

અમેઝિંગ ફીચર્સ અને સ્ટાઇલિશ દેખાવ સાથે આવી રહ્યું છે સ્કુટર્સનો બાદશાહ Activa Electric

- Advertisement -

લાંબી રાહ જોયા બાદ આખરે હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કુટર ઇન્ડીયાએ ભારતીય બજારમાં તેનું પ્રથમ ઇલેકટ્રિક સ્કુટર લોન્ચ કર્યુ છે. કંપનીએ એક ઇવેન્ટ દરમ્યાન તેના બે નવા ઇલેકટ્રિક સ્કુટર Activa E અને QC1 બજારમાં રજૂ કર્યા છે.જેમાં અદલાબદલી કરી શકાય તેવી બેટરી સેટઅપનો એક્ટિવમાં ઉપયોગ કરાયો છે.જયારે ફીકસ બેટરી સેટઅપનો QC1 માં ઉપયોગ કરાયો છે.

- Advertisement -

હોન્ડાએ એકટીવાને કુલ બે વેરિએન્ટમાં રજુ કરી છે. હાલમાં કંપનીએ આ સ્કુટરને માત્ર ડિસ્પ્લે કર્યુ છે. આવતા વર્ષે જાન્યુઆરીમાં તેની કિંમતો જાહેર કરશે. હોન્ડા એકટીવા ઇલેકટ્રિકને નવોલુક અને ડિઝાઇન આપવામાં આવ્યા છે. ટર્ન ઇન્ડિકેટર સાથે એલઇડી હેડલેમ્પ બન્ને બાજુ આપવામાં આવ્યા છે. તેમજ ઉપર એલઇડી ડે ટાઇમ રનિંગ લાઇટ આપી છે. લાંબી સીટ સાથે ટુંકા ફલોરબોર્ડ સાથે સ્કુટરના પાછળના ભાગમાં ટેલ લેમ્પ યુનિટમાં એકટીવ બેજિંગ આપવામાં આવ્યું છે.

સીટની નીચે એિવા ઇલેકટ્રિકમાં બદલીશ કાય તેવી બેટરી સેટઅપ જેમાં 1.5 કેડબલ્યુએચ ક્ષમતાની બે બેટરી આપવામાં આવી છે. જેમાં ઇલેકટ્રિક મોટર મહતમ 4.2 કેડબલ્યુ (5.6 બીએપી) પાવર આઉટપુટ આપે છે. આ આઉટપુટને મહતમ 6.0કેડબલ્યુ (86એચપી) સુધી વધારી શકાય છે. કંપનીનો દાવો છે કે, આ સ્કુટર સિંગલ ચાર્જમાં 102 કીમીન રેન્જ આપવામાં સક્ષમ છે. જેમાં ત્રણ રાઇડીંગ મોટ પણ ઉપલબ્ધ છે. જેમાં સ્ટાન્ડર્ડ, સ્પોર્ટ અને ઇકોનનો સમાવેશ થાય છે.

- Advertisement -

આ સિવાય કંપની ઉનાળામાં હોન્ડા QC1M વેચાણ માટે લોન્ચ કરશે. જેમાં 1.5 કેડબલ્યુએચનું ફિકસ્ડ બેટરી પેક આપ્યું છે. જે ડેડિકેટેડ ચાર્જર સાથે આવે છે. જેને ફલોરબોર્ડ પર લગાવેલા સોકેટ દ્વારા સ્કુટર સાથે કનેકટ કરી શકાય છે. આ સ્કુટર સિંગલ ચાર્જમાં 80 કિ.મી.ની રેન્જ આપવા સક્ષમ છે. શરૂઆતમાં ઇલેકટ્રિક સ્કુટર, દિલ્હી, મુંબઇ અને બેંગ્લોરમાં વેચાણથી મુકાશે. બાદમાં તબકકાવાર અન્ય શહેરોમાં લોન્ચ થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular