Saturday, January 11, 2025
Homeરાજ્યજામનગરજાયવા નજીક બાઇકે ઠોકરે ચડાવતા એકટીવાસવારનું મોત

જાયવા નજીક બાઇકે ઠોકરે ચડાવતા એકટીવાસવારનું મોત

રવિવારે વહેલીસવારે જાયવાના પાટીયા નજીક અકસ્માત: બાઈકસવારને પણ ઈજા : પોલીસ દ્વારા બાઈકસવાર વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

ધ્રોલ તાલુકાના જાયવા ગામના પાટીયા નજીકથી પસાર થતા એકટીવા ચાલકને રાજકોટ તરફથી આવતા બાઈકસવારે ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં એકટીવા સવાર આધેડને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના જાયવા ગામમાં રહેતાં શાંતિભાઈ નરશીભાઇ મુંગરા (ઉ.વ.47) નામના આધેડ રવિવારે સવારના સાડા સાત વાગ્યાના અરસામાં તેના જીજે-10-ડીએચ-2484 નંબરના એકટીવાબાઈક પર વાડીએથી ઘર તરફ આવતા હતાં ત્યારે રાજકોટ-જામનગર ધોરીમાર્ગ પર વાડી વિસ્તારનો રસ્તો ક્રોસ કરતા હતાં ત્યારે રાજકોટ તરફથી પૂરઝડપે આવતા જીજે-03-એમએ-5061 નંબરના બાઈકસવાર જિતેન્દ્ર એ તેનું બાઈક બેફીકરાઈથી ચલાવી એકટીવાને ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં શાંતિભાઈને શરીરે તેમજ માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. તેમજ બાઈકસવાર વિનીતને શરીરે નાની-મોટી ઈજાઓ થઈ હતી. અકસ્માતના બનાવ અંગે મૃતકના ભત્રીજા ભાવિન દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.એન. જાડેજા તથા સ્ટાફે બાઈકસવાર વિનીત વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular