દ્વારકામાં આવેલી હોટલ લોર્ડ ક્રિષ્નાના સંચાલક જીગર ચંદ્રેશભાઈ તારવાણી તથા હોટલ લક્ષ્મીના સંચાલક રવિ બુધાભા વાઘેલાએ પોતાની હોટલમાં આવતા યાત્રીકો અંગેની નોંધ કાઉન્ટર પરના રજીસ્ટરમાં કરી હતી. પરંતુ સરકારના નિયમ મુજબ પથિક સોફ્ટવેરમાં તે અંગેની ઓનલાઈન એન્ટ્રી ન કફરી અને જાહેરનામાનો ભંગ કરવા સબબ દ્વારકા પોલીસે ઉપરોક્ત બંને આસામીઓ સામે આઈ.પી.સી. કલમ 188 મુજબ કાર્યવાહી કરી હતી.