Tuesday, January 7, 2025
Homeરાજ્યહાલારધ્રોલના જાળિયા માનસર ગામે ઉંડ નદીના પટમાંથી ગેરકાયદેસર રેતી ખનન વિરૂધ્ધ કાર્યવાહી

ધ્રોલના જાળિયા માનસર ગામે ઉંડ નદીના પટમાંથી ગેરકાયદેસર રેતી ખનન વિરૂધ્ધ કાર્યવાહી

ધ્રોલ પોલીસ દ્વારા રૂા.23 લાખના વાહનોનો મુદ્દામાલ કબ્જે : ચાર શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી

- Advertisement -

ધ્રોલના જાળિયા માનસર ગામની ઉંડ નદીના પટમાંથી ગેરકાયદે રેતી ખનન કરતા ચાર વાહનો સહિત કુલ રૂા.23 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ધ્રોલ પોલીસ દ્વારા ચાર શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને જામનગર ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક ડી.પી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ ધ્રોલ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ દરમિયાન જાળિયા માનસર ગામની ઉંડ નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાની પીએસઆઈ પી.જી. પનારા સહિતના સ્ટાફને મળેલ બાતમીના આધારે હેકો કે.ડી. કામરીયા, પો.કો. વનરાજભાઈ ગઢાદરા, સંજયભાઈ સોલંકી, જયેશભાઈ પઢેરીયા તથા મયુરસિંહ પરમાર દ્વારા રેઈડ દરમિયાન જીજે-13-ઈઈ-0115 નંબરનું જેસીબી મશીન, જીજે-13-એકસ-7101 તથા જીજે-08-એકસએકસ-7829 નંબરના બે ડમ્પરો તથા નંબર પ્લેટ વગરનું ટે્રકટર મળી કુલ રૂા.23 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ વાહનો દ્વારા નદીના પટમાંથી બિન અધિકૃત રીતે રેતી ખનન કરી નદીના કાંઠા ઉપર તેમજ સીમ રસ્તા પર સટ્ટા કરવામાં આવ્યા હોય જે અંગે ખાણખનીજ વિભાગનો સંપર્ક કરી ગેરકાયદેસર રેતીના સટ્ટાની માપણી કરી મોહસીન રહેમાન સપિયા, શાહરૂખ રહેમાન સપિયા, તૌફિક રજાક ધોલિયા અને રાયધન કાથડ છૈયા નામના ચાર શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular