સલાયાના શફી ઢોરા વિસ્તારમાં બોટ મારફતે દરિયામાં માછીમારી કરતા ઉમર ઇબ્રાહીમ ચબા (ઉ.વ. 42), સીદીક આદમ ચમડીયા (ઉ.વ. 41), બિલાલ આમદ સુંભણીયા (ઉ.વ. 32) અને હાસમ આદમ ચમડિયા (ઉ.વ. 40) નામના ચાર શખ્સોને પોલીસે ઝડપી લઇ, હાલ ચોમાસાની ઋતુમાં દરિયામાં જવા ઉપર પ્રતિબંધ અંગેનું સક્ષમ અધિકારીનું જાહેરનામું હોવા છતાં તેનું ઉલ્લંઘન કરવા સબબ આ તમામ સામે કલમ 188 તથા ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.