ચંગા ગામની પરણિતા યુવતિ ને ખટીયા ગામના રાજાલાલ મુળજીભાઈ ખરાએ તા.22/04/2015 ના રોજ ફોનમાં કહેલ કે, હું ચંગાના પાટીયે ઉભો છું અને તું ચંગા પાટીયે આવી જા, જો તું નહીં આવતો હું તારા ભાઈને મારી નાખીશ તેમ ફોનમાં ધમકી આપતા, જેથી તેનાથી ડરીને ઘરેથી કોઈને કીધા વિના ચંગા પાટીયે આવેલ અને ત્યાં આરોપી ઉભો હોય અને ભોગ બનનારને તેની સાથે આવવા માટે કહ્યું હતું, જેથી તેની ધમકીથી વશમાં થઈ અને તેની સાથે જવા તૈયાર થયેલ અને ભોગ બનનારને ચંગા પાટીયેથી અપહરણ કરી રીક્ષામાં બેસાડી અને જામનગર એસ. ટી. ડેપો લઈ આવેલ અને ત્યાથી બસમાં ચોટીલા, અમદાવાદ, વ્યારા, રાજકોટ, સુરત વિગેરે અલગ-અલગ જગ્યાએ લઈ જઈ તેણીને તેનાભાઈને મારી નાખવાની ધમકી આપી ઉપરોકત જગ્યાઓએ વારવાર તેણીની ઈચ્છા તથા મરજી વિરૂધ્ધ અનેક વખત તેણીની સાથે સબંધ બાંધી બદકામ કર્યું હોય, તેવા મતલબની જામનગર પંચ ” ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ફરીયાદ નોંધાવેલ હતી.
જે કેસ જામનગરની સ્પેશીયલ પોસ્કો કોર્ટમાં ચાલતા આરોપી સામે ઈ .પી.કો. કલમ 376 (2) (5), 365, 506 (2) મુજબનો ગુન્હો કર્યો છે, તે ગુન્હો સાબિત કરવામાં પ્રોસીકયુશન તદન નિષ્ફળ ગયેલ હોય, તેવી તમામ દલીલો માન્ય રાખી તેમજ અલગ-અલગ હાઈકોર્ટના તથા રુપ્રિમકોર્ટના ચુકાદાઓ રજુ કરી તે તમામ ચુકાદાએને ધ્યાને લઈ આરોપી રાજાલાલ મુળજીભાઈ ખરાને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે. આરોપી તરફે યુવાન ધારાશાસ્ત્રી નીતલ એમ. ધ્રુવ (એડવોકેટ), અમિતભાઈ જે. પરમાર (એડવોકેટ),ડેનીશા એન. ધ્રુવ (એડવોકેટ), પુજા એમ. ધ્રુવ (એડવોકેટ), ધર્મેશ વી. કનખરા (એડવોકેટ), આશિષ પી. ફટાણીયા (એડવોકેટ), ધ્વનિશ એમ. જોશી (એડવોકેટ) તથા આસીસ્ટન્ટ જુનીયર કાજલબેન સી. કાબરીયા રોકાયેલ હતા.