Saturday, January 11, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં મહિલાનો એસિડ પી આપઘાત

જામનગર શહેરમાં મહિલાનો એસિડ પી આપઘાત

બુધવારે ઘરે એસિડ ગટગટાવ્યું : સારવાર દરમિયાન મૃત્યુ : દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં હૃદયરોગના હુમલાથી યુવાનનું મોત

- Advertisement -

જામનગર શહેરના મયુરનગર વિસ્તારમાં રહેતી મહિલાએ તેણીના ઘરે કોઇ કારણસર એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બીજો બનાવ, જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 58 માં રહેતા યુવાનનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં મયુરનગર વિસ્તારમાં પ્રજાપતિની વાડી પાસે રહેતા ગીતાબેન કાંતિભાઈ બગડા (ઉ.વ.42) નામની ઘરકામ કરતી મહિલાએ બુધવારે સવારના સમયે તેના ઘરે અગમ્યકારણોસર એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર દરમિયાન શુક્રવારે સવારના સમયે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર અરજણભાઈ દ્વારા જાણ કરાતા હેકો એ.એન. નિમાવત તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર શહેરમાં 58 દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં પાણીના ટાંકા પાસે રહેતાં જિતેન્દ્રભાઈ શંકરભાઈ ભદ્રા (ઉ.વ.44) નામના યુવાનને ગુરૂવારે બપોરના સમયે તેના ઘરે અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડતા સારવાર માટે અહીની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું શુક્રવારે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે હિતેશભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ કે.પી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી વધુ કાર્યવાહી આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular