જામનગર શંકરટેકરી ખાતે રહેતાં વિજય કેશુભાઈ વરાણિયાના પત્ની સીમાબેન ખરીદી કરવા માટે ન્યુ સ્કૂલ નહેરના કાંઠે જતાં હતાં તે દરમિયાન આરોપી નાજીર ઉર્ફે નાઝલોએ રોકી અને ભુંડી ગાળો બોલી અને રૂા.2000 ની લૂંટ કરેલ હોય તેની ફરિયાદ વિજયભાઈના પત્નીએ સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કરેલ હોય જે ગુનાના કામે વિજય સ્ટેટમેન્ટ આપવા જતાં હોય તેમના ઉપર આરોપીઓ દદ્વારા વોચ રાખવામાંઅ ાવેલ હોય અને આરોપી પૈકી યુવરાજસિંહ મહોબતસિંહ કયોર દ્વારા આરોપી અને તેમના સાથે તેમના ભત્રીજાને રોકી અને ગાળો ભુંડા બોલી છરી કાઢી આરોપીએ કહેલ કે અમારા શેઠ અનવર ખફી અને ઈકબાલ ખફી વિરુધ્ધ કેમ ફરિયાદ કરી છે તેમ કહી એકદમ ઉશ્કેરાઇ જઈ છરીના આડેધડ ઘા માર્યા હતાં. જેમાં આરોપીને તેમના ભત્રીજાને પણ માથાના ભાગે છરીના ઘા મારેલ તેમાં બન્ને ફરિયાદી અને તેમના ભત્રીજાને ગંભીર ઈજાઓ થતા તેમને સારવાર તળે દાખલ કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ ફરિયાદી વિજય વરાણીયા દ્વારા યુવરાજસિંહ કયોર તથા અનવર કાસમ ખફી તેમજ ઈકબાલ કાસમ ખફી વિરૂધ્ધ જાનથી મારી નાખવાની કોશિશનો ગુનો દાખલ કરાવ્યો હતો. જે ફરિયાદ દાલખ થતા આરોપી યુવરાજસિંહ કયોરની અટક કરવામાં આવેલ અને તેમના દ્વારા અદાલતમાં જામીન મુકત કરવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી.
તમામ રજૂઆતો દલીલો ધ્યાને લઇ અને આરોપી યુવરાજસિંહ મહોબતસિંહ કયોરની જામીન મુકત થવાની અરજી નામંજૂર કરવામાં આવી હતી. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ રાજેશ ડી.ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહિલ, રજનીકાંત આર. નાખવા તથા આસી. નીતેશ મુછડિયા રોકાયેલા હતાં.
જાનથી મારી નાખવાની કોશિષના કેસમાં આરોપીની જામીન અરજી રદ્
‘અમારા શેઠ વિરૂધ્ધ કેમ ફરિયાદ કરી છે’ કહી આરોપીઓએ હુમલો કર્યો હતો