Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં એડવોકેટના હત્યાના આરોપીની આગોતરા જામીન અરજી રદ્દ

જામનગરમાં એડવોકેટના હત્યાના આરોપીની આગોતરા જામીન અરજી રદ્દ

- Advertisement -

જામનગર શહેરમાં બેડી વિસ્તારમાં સરાજાહેર થયેલી એડવોકેટની હત્યાના ચકચારી કેસમાં આરોપી દ્વારા કરાયેલી આગોતરા જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના બેડીમાં ગત તા.13 માર્ચના રોજ સાંજના સમયે એડવોકેટ હારુન પલેજાની સરાજાહેર કરાયેલી હત્યાથી હાલાર સહિત ગુજરાતના વકીલઆલમમાં ખળભળાટ મચી ગયો હતો અને આ હત્યાના પગલે વકીલોએ રોષભેર રજૂઆત કરી પોલીસવડા અને કલેકટરને આવેદનપત્રો આપ્યા હતાં. આ હત્યા પ્રકરણમાં અત્યાર સુધીમાં 14 આરોપીઓની ધરપકડ થઈ ગઇ છે જ્યારે હત્યાના બનાવના દિવસથી નાસતા ફરતા અસગર જુસબ સાયચા નામના આરોપીએ પોતાને સંડોવી દેવાના મુદ્ે અદાલતમાં આગોતરા જામીન અરજી કરી હતી. આ અરજીની જામનગર સેશન્સ અદાલતમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલ પિયુષભાઇ પરમાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, આ કેસ એક પ્રેકટીસ કરતાં અને એક આત્મહત્યાની દુષ્પ્રેરણાનો કેસ લડી રહેલા વકીલની હત્યાનો કેસ છે અને તેઓની હત્યાના બનાવના દિવસથી જ અરજદાર/આરોપી નાસતો ફરે છે. હત્યાના કથિત કાવતરાની મિટિંગોની વિગતો માટે તેની કસ્ટોડીયલ પુછપરછ જરૂરી છે. તેના મોબાઇલમાંથી તપાસનીશ અધિકારીની કિંમતી માહિતી મેળવવી જરૂરી હોય. તે પ્રકારની સરકારી વકીલની દલીલોને માન્ય રાખી આરોપીની આગોતરા જામીન અરજી રદ્દ કરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular