જામનગર જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવાની કાર્યવાહી અંતર્ગત પેરોલ ફર્લો સ્કવોર્ડે ધ્રોલ પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને થોરીયાળી પાસેથી ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનના વર્ષ 2022 ના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપી અંગે પેરોલ ફર્લો સ્કવોર્ડના કરણસિંઈ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, લખધીરસિંહ જાડેજા, ધર્મેન્દ્ર વૈષ્ણવને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઇ બી.એન. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીઆઈ જે.વી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એલ.જે.મિયાત્રા, એએસઆઈ ગોવિંદભાઈ ભરવાડ, લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, હેકો સલીમભાઈ નોયડા, ગજેન્દ્રસિંહ જાડેજા, ભગીરથસિંહ સરવૈયા, ઘનશ્યામ ડેરવાળિયા, ભરત ડાંગર, રણજીતસિંહ પરમાર તથા પો.કો. મહિપાલભાઇ સાદિયા, ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, હેકો અરવિંદગીરી ગોસાઈ, એલસીબી હેકો નિર્મળસિંહ જાડેજા, પો.કો. બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના થોરીયાળી ગામમાંથી માધુ બસીલાભાઇ તૌમર (ઉ.વ.37) નામના શખ્સને દબોચી લઇ ધ્રોલ પોલીસને સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી.