Saturday, January 4, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં પોલીસને થાપ આપી નાશી ગયેલો આરોપી ઝડપાયો

જામનગરમાં પોલીસને થાપ આપી નાશી ગયેલો આરોપી ઝડપાયો

બુધવારે સવારે સીટી-એ ડિવિઝન પાસેથી ફરાર : સાંજે પોલીસે દબોચ્યો

- Advertisement -

જામનગર શહેરના સીટી એ ડીવીઝન વિસ્તારમાં હત્યાના પ્રયાસના ગુનામાં ઝડપાયેલો આરોપી પોલીસને થાપ આપી નાશી જતાં પોલીસે નાકા બંધી કરી આરોપીની શોધખોળ આરંભી બુધવારે સાંજે જ દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આઈપીસી કલમ 307, હત્યાના પ્રયાસના ગુનાના તોસીમ આમદ ખફી નામના આરોપીને પોલીસે ઝડપી લીધો હતો અને આ આરોપીને અદાલતમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન જ તૌસિમ ખફી નામનો શખ્સ પોલીસને ચકમો આપીને નાશી જવામાં સફળ થયો હતો. હત્યા પ્રયાસનો આરોપી નાશી જતાં પોલીસે શહેરમાં નાકા બંધી કરી આ આરોપીને દબોચી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. દરમ્યાન હત્યા પ્રયાસનો આરોપી તૌસિમ નામના શખ્સને પોલીસે દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular