જામનગર જિલ્લાના મેઘપર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં 10 મહિનાથી નાસતા ફરતા શખ્સને એલસીબીની ટીમે દ્વારકાના હેમુસર ગામના રહેણાંક મકાનેથી દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લાના મેઘપર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022 ના પ્રોહિબીશનના ગુનામાં 10 માસથી નાસતા-ફરતા શખ્સ અંગેની એલસીબીની અશોકભાઈ સોલંકી, ધાના મોરી અને ઘનશ્યામ ડેરવાળિયાને મળેલી બાતમીના આધારે પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી. ગોહિલ અને પી.એન. મોરી તથા સ્ટાફે દ્વારકા જિલ્લાના હેમુસર ગામમાં રહેતાં રમેશભા ભારાભા વાઘેર નામના શખ્સને દબોચી લઇ મેઘપર પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.