Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરસગીરાને લગ્નની લાલચે કિડનેપ કરનાર આરોપીની જામીન મુક્તિ

સગીરાને લગ્નની લાલચે કિડનેપ કરનાર આરોપીની જામીન મુક્તિ

- Advertisement -

ભોગબનનારના પિતા ધ્વારા પોલીસ સ્ટેશનમાં ભોગબનનાર તા.ર8/12/2021ના રોજ ઘરમાંથી બહાનું કરી અને ગયેલ હોય અને પરત ન આવતા ભોગબનનારની તપાસ કરતા ભોગબનનારના માતા અગાઉ જી.આઈ.ડી.સી. ફેસ 2 ખાતે કારખાનામાં કામ કરવા જતાં ત્યારે તેમના કારખાનામાં કામ કરતા રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ હરજીવનભાઈ હરીયાણી ભોગબનનાર સાથે વાતચીત કરતા હતા અને ઘર પાસે તેઓ આટા ફેરા કરતા હતા તે સામે આવતા ફરીયાદી ભોગબનાનાર ધ્વારા ભોગબનનારની ઉમર 16 વર્ષની હોય, તેમને લલચાવી ફોસલાવી અને પ્રેમચુંગાલમાં ફસાવી અને આરોપી રાજુભાઈ હરીયાણી વાલીપણામાંથી કીડનેપ કરીને લઈ ગયાની ફરીયાદ પંચકોશી બી ડીવીઝનમાં દાખલ કરી હતી. ફરીયાદ દાખલ થતાં ભોગ બનનારની ઉમર 16 વર્ષની હોવાનું રેકર્ડ રજુ થયેલ જેથી પોલીસ ધ્વારા પોક્સોની કલમોનો ઉમેરો કરવામાં આવ્યા અને તપાસ ચાલું કરી અને આરોપીને અટક કરી લેવામાં આવ્યા અને આરોપી અને ભોગબનનારના નિવેદનો લેવામાં આવેલ, અને ભોગ બનનાર અને આરોપીની મેડીકલ તપાસણી કરવામાં આવી હતી. જેમાં ભોગ બનનાર ધ્વારા એવી હકિક્તો જાહેર કરેલ કે, આરોપીએ ભોગબનનારને મોબાઈલ ફોન આપેલ હતો અને જે મોબાઈલ ફોનમાં ભોગબનનાર અને આરોપી બંન્ને વાતો કરતા હતા અને બંન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયેલા હતા, અને ભોગ બનનારની સગાઈની વાતો થતી હોય જેથી આરોપીએ તેમના સાથે લગ્ન કરવાનો વાયદો આપી અને તેમને લોભલાલચ આપી અને પોતાની સાથે ભગાડી ગયા હતાં અને અલગ અલગ જગ્યાએ જઈ અને તેમના સાથે શારીરીક અડપલાઓ કર્યા હતા, જે તમામ નિવદેન ભોગ બનનાર ધ્વારા આપવામાં આવેલ, અને આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. આરોપી જેલ હવાલે થતાં આરોપી ધ્વારા જામીન મુક્ત થવાની અરજી દાખલ કરવામાં આવી હતી.

- Advertisement -

તમામ રજુઆતો અને રેકર્ડ ધ્યાને લઈ અને આરોપી તરફે વડી અદાલતોના ચુકાદાઓ ઉપર કરવામાં આવેલ દલીલો ધ્યાને લઈ અને આરોપી રાજેશ ઉર્ફે રાજુ હરજીવનદાસ હરીયાણીને પોક્સો એકટના ગુન્હામાં જામીન મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસીંહ આર. ગોહીલ, રજનીકાંત આર. નાખવા ત્થા આસી. નિતેષ મુછડીયા રોકાયેલા હતા.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular