જામનગર શહેરમાં ચાર વર્ષ પૂર્વે થયેલી હત્યાના ગુનામાં વચગાળાના જામીન પર નાસતા-ફરતા કાચા કામના કેદીને પેરોલ ફર્લો સ્કવોર્ડે તેના ઘરેથી ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2018 માં થયેલા હત્યાના ગુનામાં વચગાળાના જામીન પર રહેલો કાચા કામનો કેદી અર્જુન ઉર્ફે લાલો રમેશભાઈ રાઠોડ નામનો શખ્સ ફરાર થઈ ગયો હતો. દરમિયાન નાસતા ફરતા આરોપી અંગેની હે કો રાજેશભાઇ સુવા તથા પો.કો. મહિપાલભાઈ સાદિયાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયની સૂચનાથી પીઆઈ એસ.એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.એમ. દેવમુરારી તથા હેકો લખધીરસિંહ જાડેજા, રાજેશભાઈ સુવા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઈ નોયડા, કાસમભાઈ બ્લોચ, રણજીતસિંહ પરમાર તથા પો.કો. મહિપાલભાઈ સાદિયા, ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ તથા હેકો અરવિંદગીરી ગોસાઈ સહિતના સ્ટાફે અર્જુનને તેના ઘરેથી દબોચી લઇ જામનગરની જેલ હવાલે કરવા કાર્યવાહી હાથ ધરી હતી.