Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરચેક રિટર્ન કેસમાં આરોપીને છ માસની સજા

ચેક રિટર્ન કેસમાં આરોપીને છ માસની સજા

ચેકની રકમનો દંડ તથા વળતર ચૂકવવા અદાલતનો આદેશ

- Advertisement -

જામનગરમાં વિજયભાઈ ખોડીદાસભાઈ જીલકાપાસેથી શહેર જામનગર સંજયકુમાર રમણીકલાલ રાવલ બેંકમાં લોનની કાર્યવાહી કરી આપવા એજન્ટ તરીકેનું કામ કરતા હોય,આરોપીએ લોન કરવાના શુભ આશયથી સંબંધ દાવે વિજયભાઈ ખોડીદાસભાઈ જીલ્કા પાસેથી રૂા.1,98,000નો નોટરી સમક્ષનો બાંહેધરી ખતથી ફરિયાદી પાસેથી રકમ મેળવી તેની પરત ચુક્વણી પેટે રૂા.1,98,000 સંજયકુમાર રમણીકલાલ રાવલએ ફિરયાદી વિજયભાઈ ખોડીદાસભાઈ જીલકાને કોટક મહિન્દ્રા બેંક, હી2જી મિસ્ત્રી શાખા જામનગરમાં આવેલ ખાતાનો ફરિયાદી વિજયભાઈ ખોડીદાસભાઈ જીલકાના નામ જોગનો રૂા. 1,98,000નો ચેક લખી આપ્યો હતો જે ચેક તેની પાક્તી મુદતે ભર્તા ફંડ ઈન્સફીસીયીટના કારણે પરત ફરિયાદી ચેક પરત ફરવા અંગેની વકીલ મારફત નોટીસ મોકલાવેલ જે નોટીસ બજી જતા આરોપીએ રકમ ચુક્વેલ નહી તથા નોટીસનો જવાબ આપેલ નહી જેથી ફરિયાદી દ્વારા જામનગરની અદાલતમાં સંજયકુમાર રમણીકલાલ રાવલ વિરૂધ્ધ ચેક રીર્ટનની ફરિયાદ નોંધાવેલ જે ફરિયાદ ચાલી જતા ફરિયાદ પક્ષ દ્બારા ફરિયાદીની જુબાની લેવામાં આવેલ તથા તમામ દસ્તાવેજી પુરાવા રજુ કરવામાં આવેલ હતા.

- Advertisement -

ફરિયાદી દ્વારા રજુ કરવામાં આવેલ પુરાવાઓ, જુબાની વિગેરે ધ્યાને લઈ જામનગરના 11માં એડીશનલ ચીફ જયુડીશીયલ મેજી. સ્પેશીયલ નેગોશીયેબલ કોર્ટ આર.બી.ગોસાઈ દ્વારા સદરહુ કેસમાં આરોપી સંજયકુમાર રમણીકલાલ રાવલને તક્સીરવાન ઠરાવી તેઓને 6 માસની સાદી કેદની સજા તથા ચેકની રકમ રૂા.1,98,000નો દંડ ભરવા હુકમ કરેલ અને સદર દંડની રકમ રૂા.1,98,00 ફરિયાદીને વળતર સ્વરૂપે ચુક્વી આપવા તથા આરોપી વળતરના ચુક્વા ક્સુર કરે તો વધુ 1માસની સાદી કેદની સજા ભોગવવા અંગે હુકમ કર્યો હતો. આરોપી સંજયકુમાર રમણીકલાલ રાવલ હુકમની તારીખે હાજર ન હોય આરોપી વિરૂધ્ધ સજા વોરંટ ઈસ્યુ કરવા તેની અમલ બજવણી માટે ડી.એસ.પી જામનગરનાઓ મારફતે બજવણી માટે મોકલવા પણ આદેશ કરવામાં આવેલ છે. ફરિયાદી તરફે વકીલ તરીકે અશ્ર્વિન કે. બારડ તથા ધર્મેશ વી. કનખરા રોકાયેલ હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular