ફરિયાદી પ્રિન્સ રાજુભાઈ ચૌહાણ તથા આરોપી સંજય પુનાભાઈ ડાંગર વચ્ચે ટ્રકનો નોટરરાઈઝ વેચાણ કરાર થયો હતો. જે વેચાણ કરાર મુજબ બાકી રહેતી રકમ રૂા.6,01,786 નો ચેક આરોપી દ્વારા ફરિયાદીને આપ્યો હતો. જે ચેક બેંકમાં વટાવતા અપૂરતા ભંડોળના કારણે પરત થતા ફરિયાદીએ આરોપી સામે નેગો. ઈન્સ્ટુ્રમેન્ટ એકટ કલમ 138 મુજબ જામનગરની ચીફ કોર્ટમાં ફરિયાદ કરી હતી. તમામ મૌખિક તથા લેખિત દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લઇ તથા ફરિયાદીના એડવોકેટ કે.ડી. ભટ્ટ દ્વારા કરવામાં આવેલ દલીલો માન્ય રાખી આઠમ એડી. ચીફ. જયુડી. મેજી. સી.કે. પીપલિયા દ્વારા આરોપી સંજય પુનાભાઈ ડાંગરને ધી નેગો. ઈન્સ્ટુ્ર. એકટ 138 તળે તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ રૂા.6,01,786 નો દંડ ફરમાવેલ છે તથા આ રકમ ફરિયાદીને વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે એડવોકેટ કિશોર ડી. ભટ્ટ તથા યુવા ધારાશાસ્ત્રી પાર્થ જે. મોદી રોકાયેલ હતાં.