જામનગરમાં સગીરા સાથે શારીરિક સંબંધ બાંધી સર્ગભા બનાવવાના કેસમાં આરોપી સાવકા પિતાને સ્પે.કોર્ટ દ્વારા આજીવન કેદની સજા તથા રૂા. 20000નો દંડ તથા ભોગ બનનારને કમ્પનસેશનના રૂા.10,50,000 ચુકવવા હુકમ કર્યો છે.
આ અંગેની વિગત મુજબ આ કામના ફરિયાદીની સગીર વયની પુત્રીને 6-7 મહિના પૂર્વે ફરિયાદીના પતિ એટલેકે ભોગ બનનારના સાવકા પિતા દ્વારા અવાર-નવાર ધાક-ધમકી આપી સગીરા સાથે શારીરિક સંબંધ બાંધી સર્ગભા બનાવી હોવાની જામનગર સીટી-બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ હતી. જે કેસ સ્પે.કોર્ટમાં ચાલી જતાં આરોપી ભરત કરશનભાઇ રાઠોડને તકસીરવાન ઠેરાવી આજીવન કેદની સજા તેમજ રૂા.20,000 નો દંડ અને જો આરોપી દંડની રકમ ન ભરે તો વધુ 6 માસની સખત કેદની સજા તથા ભોગ બનનારને કમ્પનસેશનના રૂા.10,50,000 ચુકવવા સ્પે.કોર્ટના જજ આરતી વ્યાસએ હુકમ કર્યો છે. આ કેસમાં સરકારી વકીલ તરીકે ભારતી વાદી રોકાયેલ હતાં.