Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરદુષ્કર્મ અને પોકસો કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદ

દુષ્કર્મ અને પોકસો કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશનના વર્ષ 2020 માં નોંધાયેલા દુષ્કર્મ અને પોકસો કેસમાં અદાલતે સરકારી વકીલની દલીલોને ધ્યાનમાં રાખીને આરોપીને તકસીરવાન ઠેરવી 20 વર્ષની સખ્ત કેદની અને રોકડ દંડની સજા ફટકારવામાં આવી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ મથકમાં વર્ષ 2020 માં નોંધાયેલા અપહરણ, દુષ્કર્મ અને પોકસો કેસમાં પોલીસે ભાણવડ તાલુકાના પાછતર ગામના સંદિપ રવજી સીંગડિયા નામના આરોપીની ધરપકડ કરી હતી અને આ કેસ ચાલી જતાં અદાલતે જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા કરાયેલી ધારદાર દલીલો અને પૂરાવાઓને ધ્યાનમાં રાખીને ન્યાયાધિશ એ સંદિપને તકસીરવાન ઠેરવી 20 વર્ષની સખ્ત કેદની અને રોકડ દંડની સજા ફટકારવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular