Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરયુવતી સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા

યુવતી સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા

રૂા.10 હજારનો દંડ તથા ભોગ બનનારને રૂા.1 લાખનું વળતર ચૂકવવા પણ હુકમ

જામનગરમાં દુષ્કર્મના કેસમાં અદાલત દ્વારા આરોપીને 10 વર્ષની સજાનો હુકમ કર્યો છે. તેમજ ભોગ બનનારને કમ્પનસેશનના રૂા.1 લાખ ચૂકવવા પણ હુકમ કર્યો છે.

- Advertisement -

આ કેસની વિગત મુજબ, ભોગ બનનાર યુવતી તા.24/10/2020 ના તેમના ઘરે હતા અને તેના પતિ મજૂરી કામ ગયા હતાં આ દરમિયાન ઈમરાન ઉર્ફે તગારો યુનુસ ગઢકાઈ નામનો શખ્સ તેના ઘરે આવી કહ્યું હતું કે મારું કબુતર તમારા ઘરે આવેલ છે અને તમારા નળિયા ઉપર છે આથી ભોગ બનનારે કહ્યું હતું કે કબુતર આવ્યું નથી તમે જોઇ લ્યો. તેમ કહેતા આરોપી પલંગ પર બેસી ગયો હતો અને ભોગ બનનાર દૂધ ગરમ જતા આરોપી તેની પાછળ જઈ ભોગ બનનારને પકડી પલંગ પર પછાડી તેનો હાથ ભોગ બનનારના મોઢે આડો રાખી છરી કાઢી ધમકી આપી હતી. અને અવાજ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ભોગ બનનાર સાથે દુષ્કર્મ આચર્યુ હતું. જો આ વાત કોઇને કહેશે તો ભોગનાર તથા તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ત્યારબાદ ફરિયાદીએ આ અંગે જામનગર સિટી સી ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસ એડીશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતા પુરાવાઓ તથા સરકારી વકીલની દલીલોને ધ્યાને રાખી આરોપીને તકસીરવાન ઠેરવી આઈપીસી કલમ 376 મુજબ 10 વર્ષની સખ્ત કેદની સજા તથા રૂા.10 હજારના દંડ અને દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા તથા આઈપીસી કલમ 452 મુજબ એક વર્ષની સખ્ત કેદની સજા તથા રૂા.5000 દંડ અને દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજા અને ભોગ બનનારને કમ્પનસેશનના રૂા.1 લાખ વળતર પેટે ચૂકવવા એડીશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સસ જજ વી પી અગ્રવાલે હુકમ કર્યો છે. આ કેસમાં સરકારી વકીલ તરીકે ભારતી વાદી રોકાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular