જામનગર શહેરના ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કવોર્ડે રાજકોટના સાપરમાંથી દબોચી લઇ જામનગર પોલીસને સોંપી આપ્યો હતો. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં 2020 માં સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં નાસતા ફરતા યાસીન ઉર્ફે ગોંડલ હનિફ ચાનિયા (રહે. મહારાજા સોસાયટી-જામનગર)નો શખ્સ રાજકોટમાં સાપરમાં રહેતો હોવાની મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીએસઆઈ કે.કે. ગોહિલ, એએસઆઈ ગોવિંદભાઈ ભરવાડ, હેકો લખધીરસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઈ નોયડા, કાસમભાઈ બ્લોચ, રણજીતસિંહ પરમાર, રાજેશભાઈ સુવા, મેહુલભાઈ ગઢવી, કરણસિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર તથા પો.કો. ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ તથા અરવિંદગીરી ગોસાઇ તેમજ એલસીબીના નિર્મળસિંહ જાડેજા, બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફે રાજકોટના ઔદ્યોગિક વસાહત સાપરમાંથી યાસિન ઉર્ફે ગોંડલ હનિફ ચાનિયા નામના શખ્સને ઝડપી લઇ સિટી એ ડીવીઝનને સોંપવા તજવીજ હાથ ધરી હતી.