મોરબી જિલ્લાના ટંકારા વિસ્તારમાંથી નાસતો-ફરતો ચોરીનો આરોપી જામનગરમાંથી એલસીબીની ટીમે ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ મોરબી જિલ્લાના ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ચોરીનો આરોપી પ્રવિણ ઉર્ફે કરીમ ગોવિંદ વાજેલિયા નામનો શખ્સ જામનગર તાલુકાના ધુવાવ ગામમાં હાઉસિંગ બોર્ડ કવાટરમાં રહેતો હોવાની એલસીબીના યશપાલસિંહ જાડેજા અને યોગરાજસિંહ રાણાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સુચનાથી પીઆઇ એસ.એસ.નિનામા તથા પીએસઆઈ આર.બી. ગોજિયા, કે.કે. ગોહિલ, બી.એમ. દેવમુરારી તથા માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, અશ્ર્વિનભાઈ ગંધા, દિલીપભાઈ તલવાડિયા, ફીરોજભાઈ દલ, હિરેભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, પ્રતાપભાઈ ખાચર, વનરાજભાઈ મકવાણા, રઘુભા પરમાર, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઈ ભાટિયા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા સહિતના સ્ટાફે ધુવાવમાંથી પ્રવિણને દબોચી લઇ ટંકારા પોલીસ સ્ટેશનને સોંપવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.