ઠેબા ગામે ખોડિયાર માતાજીના મંદિરમાં થયેલ ચોરીનું ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી જામનગર પંચકોશી-એ ડિવિઝન પોલીસે ચોરીમાં ગયેલ રોકડ સહિત કુલ રૂા.63 હજારના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ ગઇકાલે ઠેબા ગામે ખોડિયાર માતાજીના મંદિરમાં ચોરી અંગેનો પંચ-એ ડિવિઝનમાં ગુનો નોંધાયો હતો.આ ગુનાના આરોપીની હેકો.શૈલેન્દ્રસિંહ જાડેજા તથા રવિન્દ્રસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધ્યક્ષ કૃણાલ દેસાઇની સુચના તથા પીઆઇ આર.બી.ગઢવીના માર્ગદર્શન અને પંચ-એ ડિવિઝનના પીએસઆઇ એમ.આર.સવસૈટાની સુચના અનુસાર સે.પોે.સ.ઇ. જે.કે.રાઠોડ, હેકો. શૈલેન્દ્રસિંહ જાડેજા, રવિન્દ્રસિંહ જાડેજા, જીજ્ઞેશભાઇ વાળા, રામદેવસિંહ જાડેજા, પો.કો.દેવેન્દ્રસિંહ જાડેજા, કિશોરભાઇ ગાગીયા, લાલજીભાઇ રાતડીયા, મુસ્તુફા સોતા દ્વારા આરોપી જગદીશ પરષોતમભાઇ વસોયા(ઉ.વ.36)ને રૂા.33 હજારની રોકડ તથા રૂા.30,000ની કિંમતના હિરોહોન્ડા પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ રજી.નં.જીજે.10.કે.9326 સહિત કુલ રૂા.63 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.