જામનગર શહેરના સીટી-બી ડિવિઝનમાં નોંધાયેલા એનડીપીએસના ગુનામાં નાસતા ફરતા આરોપીને એસઓજીની ટીમે જુના રેલ્વે સ્ટેશન પાસેથી દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અલી અબુ બ્લોચ વિરૂધ્ધ એનડીપીએસ અંગે ગુનો નોંધાયો હતો. આ આરોપીફરાર હોય આ દરમ્યાન એસઓજીના હેકો.મહ્યુદિનભાઇ સૈયદને આરોપી જુના રેલવે સ્ટેશન પાસે હોવાની બાતમી મળતાં એસઓજી દ્વારા જુના રેલવે સ્ટેશન પાસેથી અલી મામદ ઉર્ફે દિગુડો અબુ ભાઇ બ્લોચ(ઉ.વ.50)ને ઝડપી લઇ સીટી-બી ડિવિઝન પોલીસને સોંપી આપ્યો હતો.
આ કાર્યવાહી એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ આર.વી.વિચ્છીની સુચનાથી એસઓજીના હેકો.મહ્યુદિનભાઇ સૈયદ, રમેશભાઇ ચાવડા, અરજણભાઇ કોડિયાતર, સૌયબભાઇ મકવા દ્વારા કરવામાં આવી હતી.