Monday, December 23, 2024
Homeરાજ્યહાલારજામજોધપુર યાર્ડ પાસેથી લાખોની ચીલઝડપનો આરોપી ઝડપાયો

જામજોધપુર યાર્ડ પાસેથી લાખોની ચીલઝડપનો આરોપી ઝડપાયો

20 લાખની રોકડની ચીલઝડપ: નાસતો ફરતા આરોપીને સતાધારમાંથી દબોચ્યો

- Advertisement -

જામજોધપુર માર્કેટીંગ યાર્ડ નજીકથી 20 લાખની રોકડની ચીલઝડપના બનાવમાં નાસતા ફરતા આરોપીને જામજોધપુર પોલીસે સતાધાર આશ્રમ ખાતેથી દબોચી લઇ વધુ પૂછપરછ આરંભી હતી.

- Advertisement -

બનાવ અંગેની વિગત મુજબ, જામજોધપુરમાં માર્કેટીંગ યાર્ડ નજીકથી વેપારી પાસે રહેલી રૂા.20 લાખની રોકડરકમની ચીલઝડપના બનાવમાં નાસતા ફરતા દિલીપ કાંજિયા અંગે હેકો પ્રજ્ઞરાજસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, ભગીરથસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી ડી પી વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ વાય.જે.વાઘેલા, હેકો પ્રજ્ઞરાજસિંહ જાડેજા, પો.કો. દિલીપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, અશોકભાઈ ગાગીયા, ભગીરથસિંહ જાડેજા, નિમુબેન ચીત્રોડા સહિતના સ્ટાફે સતાધાર આશ્રમ ખાતે રેઈડ દરમિયાન દિલીપ ઉર્ફે મુનો ઉર્ફે નુરી વિઠ્ઠલ કાંજિયા નામના શખ્સને ઝડપી લઇ વધુ પૂછપરછ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular