- Advertisement -
દ્વારકા તાલુકામાં એક આસામી દ્વારા કથિત રીતે ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડવા દ્વારકા તાલુકાના રામપરા વિસ્તારમાં રેલવે સ્ટેશન પાસે રહેતા ભના બચુ વાંજા નામના શખ્સ સામે ગત વર્ષે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ધોરણસર ફરિયાદ નોંધાવી હતી. આના અનુસંધાને ઉપરોક્ત આરોપી શોધખોળ ફરાર હોવાથી તેની વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. ટીમ દ્વારા અહીંના જિલ્લા પોલીસ વડાની નિતેશ પાંડેની સૂચના મુજબ ઇન્ચાર્જ પી.આઈ. પી.સી. સિંગરખીયાના માર્ગદર્શન હેઠળ ગઈકાલે રવિવારે હાથ ધરવામાં આવેલા પંથકમાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન દ્વારકાના લેન્ડ ગ્રેબિંગ પ્રકરણનો નાસતો ફરતો આરોપી ખંભાળિયા પંથકમાં હોવાની ચોક્કસ બાતમી એ.એસ.આઈ. અશોકભાઈ સવાણી તથા કોન્સ્ટેબલ કરણભાઈ સોંદરવાને મળતાં તેના આધારે ખંભાળિયા નજીકના રિલાયન્સ સર્કલ નજીકના બ્રિજ પાસેથી ઉપરોક્ત આરોપીને ઝડપી લીધો હતો. આ શખ્સની અટકાયત કરી, વધુ તપાસ અર્થે દ્વારકા પોલીસને સોંપવામાં આવ્યો છે.
આ સમગ્ર કામગીરી એસ.ઓ.જી. વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. પી.સી. સીંગરખીયા, એ.એસ.આઈ. અશોકભાઈ સવાણી, હરદેવસિંહ જાડેજા, ઈરફાનભાઈ ખીરા, દિનેશભાઈ માડમ, નરેન્દ્રસિંહ રાઠોડ મહાવીરસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.
- Advertisement -