જામનગરના દરેડમાં ગત રવિવારે સાંજના સમયે ગર્ભવતિ નેપાળી મહિલા ઉપર થયેલ જીવલેણ હુમલાના આરોપીને જામનગર એલસીબીએ ઉતરાખંડથી ઝડપી પાડી કાર્યવાહી હાથધરી હતી.
આ ઘટનાની માહિતી અનુસાર જામનગર તાલુકાના દરેડ ગામમાં રહેતી ભુમીસા ઇન્દ્રબહાદુર (ઉ.વ.39) નામની મહિલા ઉપર ગત રવિવારે સાંજે તેણીના ઘરમાં કોઇ અજાણ્યા શખ્સે આવી તીક્ષ્ણ હથિયાર અથવા બોથડ પદાર્થ વડે જીવલેણ હુમલો કરતા આઠ માસનો ગર્ભ ધરાવતી મહિલા લોહીલુહાણ હાલતમાં ઢળી પડી હતી અને ગણતરીની મીનીટોમાં જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં ગ્રામ્ય ડિવાયએપી કૃણાલ દેસાઇ અને પંચ બી પીએસઆઇ સી.એમ.કાંટેલિયા તથા એલસીબી, એસઓજી અને ગુન્હાશોધક શ્વાન સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પહોંચી મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરતા મૃતક મહિલાના પતિ બનાવ સમયે કારખાને મજૂરીકામે ગયા હતા અને મહિલાની હત્યા કોઇ અજાણ્યા યુવકે નિપજાવી હોવાના પ્રાથમિક તારણના આધારે પોલીસે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
જિલ્લા પોલીસ વડા દિપેન ભદ્રનની સુચના મુજબ તથા મદદનીસ પોલીસ અધિક્ષક નિતિશ પાંડે, નાયક પોલીસ અધિક્ષક કૃણાલ દેસાઇના માર્ગદર્શન મુજબ એલસીબીના પીઆઇ એસ.એસ.નિનામા તથા એલસીબી, એસઓજી, પંચબીની અલગ અલગ ટીમો બનાવી ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ સહિતની માહિતીને આધારે ઉતરાખંડનો ઉધમસિંગ નગર જિલ્લાના ખટીમાં માંથી મહમદ ફૈજ જમાલુદીન અસારીને ઝડપી પાડયો હતો. આરોપીએ પ્રથામિક તપાસમાં મજૂરીમકામ મળતું ન હોવાથી આર્થિક સંકળામળથી લૂંટને અંજામ આપવા હત્યા કર્યાનું જણાવ્યું હતું.
આ કાર્યવાહી એલસીબી પીઆઈ એસ.એસ.નિનામા, પીએસઆઈ કે.કે.ગોહિલ, બી.એમ.દેવમુરારી, આર.બી.ગોજીયા, એસઓજી પીએસઆઇ આર.વી.વિછીં તથા વી.કે.ગઢવી, પંચ બીના પીએસઆઇ સી.એમ.કાટલીયા, તેમજ એલસીબી, એસઓજી, જામનગર પંચ બી તથા ટેકનીકલ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.