Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરસોનાના બુંટીયાની ચીલઝડપનો આરોપી ઝડપાયો

સોનાના બુંટીયાની ચીલઝડપનો આરોપી ઝડપાયો

સિટી સી પોલીસે ગણતરીની કલાકોમાં મુદ્દામાલ સાથે આરોપીને દબોચ્યો

- Advertisement -

જામનગર શહેરમાં વૃદ્ધાના કાનમાંથી સોનાના બુંટીયાની ચીલઝડપ કરનાર આરોપીને જામનગર સીટી સી પોલીસે ગણતરીની કલાકોમાં દબોચી લઇ મુદ્દામાલ કબ્જે કર્યા હતાં.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના વામ્બે આવાસ આઠ માળિયામાં રહેતાં વૃદ્ધા તા.11 ના આવાસ રોડ પર સિધ્ધાર્થનગરની સામે ઈન્દીરા કોલોનીમાં રહેતાં બહેનના ઘરે બેસવા માટે ગયા હતાં. લાઇટ ન હોવાથી તેઓ ઘરની બહાર બેઠા હતાં ત્યારે એક શખ્સે તેમના કાનમાંથી સોનાનું બુટીયુ આંચકી લઈ નાશી ગયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ કેસના આરોપી સાત નાલા આજુબાજુના વિસ્તારમાં ફરતો હોવાની સીટી સી ના પો.કો. યુવરાજસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે સિટી સી પોલીસે વોચ ગોઠવી આરોપી ધનરાજ શંકર વાનખેડે નામના શખ્સને ઝડપી લઇ રૂા.8000 ની કિંમતનું સોનાનું બુટીયું કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular