Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં પાકા કામના આરોપીનું બીમારી સબબ મોત

જામનગરમાં પાકા કામના આરોપીનું બીમારી સબબ મોત

જિલ્લા જેલમાં 10 દિવસ પૂર્વે તબિયત લથડી : જી. જી. હોસ્પિટલમાં સારવાર કારગત ન નિવડી : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગરના ગુલાબનગર રાજપાર્ક વિસ્તારમાં રહેતા અને હાલ જિલ્લા જેલમાં પાકા કામના આરોપી તરીકે રહેલા વૃધ્ધની તબિયત લથડતા જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

- Advertisement -

બનાવની વિગત મજુબ, જામનગર શહેરમાં ગુલાબનગર વિસ્તારમાં આવેલા રાજપાર્ક પાસે રહેતાં અસગરઅલી ફીદાઅલી ગાંધી (ઉ.વ.67) જે હાલ જામનગરની જિલ્લા જેલમાં પાકા કામના આરોપી તરીકે હતા ત્યારે ગત તા.26 ઓકટોબરના રોજ તેમની તબિયત લથડતા જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં તેમનું શુક્રવારના સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે લોક રક્ષક પ્રફુલ્લભાઈ કરમુર દ્વારા જાણ કરાતા પીએસઆઈ ટી.ડી.બુડાસણા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલવા કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular