Thursday, December 12, 2024
Homeરાજ્યજામનગરનાની ખાવડીમાં યુવકની કરપીણ હત્યાનો આરોપી ઝડપાયો

નાની ખાવડીમાં યુવકની કરપીણ હત્યાનો આરોપી ઝડપાયો

પત્નીને પરેશાન કરતો હોવાની શંકાએ હત્યા નિપજાવી : રવિવારે સવારે ગળુ કાપેલો મૃતદેહ મળી આવ્યો : સીક્કા પોલીસે હત્યાનો ગુનો નોંધી દબોચી લીધો : રિમાન્ડ મેળવવા અદાલતમાં રજૂ

- Advertisement -

જામનગર જિલ્લાના નાની ખાવડી ગામમાં રવિવારે વહેલીસવારના સમયે યુવકની નાની ખાવડી ગામના જ એક શખ્સ દ્વારા કરપીણ હત્યા નિપજાવાઈ હતી. આ હત્યામાં આરોપીની પત્નીને મૃતક યુવક પરેશાન કરતો હોવાની શંકાના આધારે યુવકનું ઢીમ ઢાળી દેવાયાના બનાવમાં સીક્કા પોલીસે હત્યારા આરોપીને દબોચી લઇ રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -

કરપીણ હત્યાના બનાવની વિગત મુજબ, જામનગર જીલ્લાના નાની ખાવડી ગામમાં રહેતાં અને ડ્રાઈવિંગ કરતાં બલભદ્રસિંહ જાડેજા (ઉ.વ.21) નામના યુવાનનો રવિવારે સવારે નાની ખાવડી ગામની સીમમાં તિક્ષ્ણ હથિયાર વડે ગળે કાપી હત્યા નિપજાવેલો મૃતદેહ મળી આવ્યાની જાણ થતા સીક્કા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી જામનગરની જી. જી. હોસ્પિટલમાં પીએમ માટે મોકલવામાં આવ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન મૃતકના ગળામાં તિક્ષ્ણ હથિયારનો ઘા ઝીંકી દેવાતા યુવકનું ગળે કપાઈ ગયું હતું અને લોહીથી લથબથ હાલતમાં સ્થળ પર જ પ્રાણપંખેરું ઉડી ગયું હતું. પોલીસે બનાવ સ્થળ પરથી એક કાર મળી આવી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરતા મૃતક યુવક બલભદ્રસિંહ જાડેજાને શનિવારે રાત્રિના સમયે ગામમાં જ રહેતા જનકસિંહ ઝાલા સાથે બોલાચાલી થઈ હતી અને બલભદ્રસિંહ જનકસિંહની પત્નીને પરેશાન કરતો હતો. આ શંકાના આધારે રવિવારે વહેલીસવારે બલભદ્રસિંહ જાડેજા અને જનકસિંહ વચ્ચે ફરીથી બોલાચાલી થઈ હતી.

આ બોલાચાલીમાં જનકસિંહ ઝાલા એ તિક્ષ્ણ હથિયાર વડે બલભદ્રસિંહ જાડેજા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં બલભદ્રસિંહનું ગળુ કપાઈ જતાં લોહીથી લથબથ હાલતમાં ઘટનાસ્થળે જ મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. હત્યા નિપજાવ્યા બાદ જનકસિંહ નાશી ગયો હતો. બાદમાં પોલીસે મૃતદેહને તેના પરિવારજનોને સોંપી જનકસિંહ ઝાલા વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી સીક્કા પોલીસે હત્યારા જનકસિંહ ઝાલાની ધરપકડ કરી આ હત્યામાં અન્ય કોઇ વ્યક્તિની સંડોવણી છે કે કેમ ? અને હત્યા કયાં કારણોસર અને કયા હથિયારથી કરવામાં આવી હતી ? તે અંગેની વિગતો મેળવવા આરોપીને રિમાન્ડ માટે અદાલતમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular