જામનગર ખેતી બેંકમાં કરોડોનું કૌભાંડ આચરનાર શખ્સની સીઆઈડી ક્રાઈમ બ્રાંચે રાજકોટથી ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર ખેતી બેંકમાં થોડા સમય અગાઉ બે કરોડનું કૌભાંડ આચરી નાશી ગયેલા સહેન્દ્રસિંહ વિક્રમસિંહ ઝાલા નામનો શખ્સ રાજકોટમાં હોવાની બાતમીના આધારે જામનગર સીઆઈડી ક્રાઈમના પીઆઇ જે.જે. ચૌહાણ તથા મેહુલ ભરવાડ અને પંકજ ઠાકર સહિતના સ્ટાફે વોચ ગોઠવી અને રાજકોટમાંથી સહેન્દ્રસિંહની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.