જામનગરના હાપા ખારી વિસ્તારમાં યુવાન ઉપર જુની અદાવતને કારણે જીવલેણ હુમલો થયાના બનાવમાં પોલીસે બે શખ્સોને ઝડપી લઇ રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર નજીક હાપા ખારી વિસ્તારમાં રહેતા એક માલધારી યુવાન પર જૂની અદાવતના કારણે જીવલેણ હુમલો કરી ત્રણ આરોપીઓ ભાગી છૂટ્યા હતા, જે હત્યા પ્રયાસ ના ગુનામાં નાસ્તા ફરતા ત્રણ આરોપીઓ પૈકી પોલીસે બે હુમલાખોરોને ઝડપી લીધા છે અને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે.જામનગર નજીક હાપા ખારી વિસ્તારમાં રહેતા અને માલ ઢોર ચરાવવાનો વ્યવસાય કરતા પુંજાભાઈ જેસુરભાઈ સોરીયા નામના 36 વર્ષના ચારણ યુવાન પર ગત 7મી તારીખે રાજપાર્ક વિસ્તારમાં રહેતા હિતેશ બાંભણિયા, દિપક નાનજી રાઠોડ, તેમજ ઇન્દ્રજીત ભુપતભાઈ ડાભી નામના ત્રણ શખ્સોએ છરી-ધોકા-પાઇપ જેવા હથિયારો વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ હતી, ત્યારબાદ ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા, જેઓને પોલીસ શોધી રહી હતી, દરમિયાન આજે સવારે પોલીસે ્રણ આરોપીઓ પૈકીના બ આરોપી દિપક નાનજી રાઠોડ, તેમજ ઇન્દ્રજીત ભુપતભાઈ ડાભી ની અટકાયત કરી લીધી છે, અને અદાલત સમક્ષ રજૂ કરીને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત કે આજે મુખ્ય સૂત્રધાર એવા ત્રીજા આરોપીની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.