મૂળ ફરિયાદી મૂંગણી ગામમા રહેતા નરેન્દ્રસિંહ ઉંર્ફે કાનો નટુભા કંચવાના કૌટુંબિક કાકા નરેન્દ્રસિંહ પુંજાજી કંચવાની દીકરીની સગાઇમા બધા પરિવારના લોકો ઘરે પ્રસંગમા હોય ત્યારે સિક્કામા રહેતા જયરાજસિંહ ગુમાનસિંહ જાડેજા તેમની જીપમાથી ઉતરી ગાળો બોલવા લાગેલ અને કહેલ કે અમને પ્રસંગમાં કેમ આમંત્રણ આપતા નથી જેથી નરેન્દ્રસિંહ કંચવા ઘરની બહાર નીકળેલ અને કહેલ કેમ ગાળો બોલો છો ઘરમા મેહમાનોં છે ગાળો ન બોલો જેથી જયરાજસિંહ વધુ ઉશ્કેરાઇ અને વધુ ગાળો બોલવા લાગેલ તે દરમ્યાન એક કાળા કલરની કાર આવેલ અને તેમાંથી રવિરાજસિંહ ગુમાનસિંહ અને તેના બનેવી રવિરાજસિંહ દોલુભા કેર બંને જણા ગાડીમાંથી તલવાર અને ધોકા લઈને નીચે ઉતરેલ અને આ ત્રણેય જણા ગાળો આપવા લાગેલા અને ઉશ્કેરાઇને જયરાજસિંહ અને રવિરાજસિંહ બંને તલવાર વડે નરેન્દ્રસિંહ કંચવાને પગના ભાગે મારવા લાગેલ અને તેના બનેવી રવિરાજસિંહ કેરના હાથમાં રહેલા ધોકા વડે ડાબા હાથમા બાવળા પર મારેલ આ દરમિયાન એક સ્વીફ્ટ કાર આવેલ જેમાં સિક્કા ગામમા રહેતા જાફર વસા ઉતરેલ અને તેના હાથમાં રહેલા ધોકા વડે નરેન્દ્રસિંહ કંચવાને નરેન્દ્રસિંહના મામા પ્રભાતસિંહ અને ભાઈ સુખદેવસિંહ નરેન્દ્રસિંહને બચાવવા આવ્યા હતાં.
ત્યારે આ કામના ચારેય આરોપીઓ ફોરવીલ લઈને જવા લાગેલ અને જયરાજ અને રવિરાજએ કહેલ કે આજે તને મારી નાખવો છે. એમ કહીને જીપ કાર નરેન્દ્રસિંહ ઉપર ચડાવવા જતા તેઓના ભાઈએ ખેચી લેતા પાછડ રહેલ મોટર સાયકલમા થાર જીપ ભટકાડેલ અને એકદમ સ્પીડથી હંકારીને ત્યાંથી ભાગી ગયા હતાં. ત્યારબાદ નરેન્દ્રસિંહના મામા અને ભાઈ દ્વારા તેમને જી.જી. હોસ્પિટલ સારવાર માટે લઇ આવેલ અને પોલીસ દ્વારા ફરિયાદોની ફરિયાદના આધારે આ કામના ચારેય કરી આરોપીઓ વિરુધ્ધ 19એ ની કલમ 307, 3રપ, 323, 114, 504 અને જી.પી એક્ટની કલમ 135(1) મુજબ ગુનો નોંધીઆરોપીઓની ધરપકડ કરી હતી. જે આરોપીઓ પૈકી રવિરાજસિંહ દોલુભા કેર અને જાફર યુસુફ વસા દ્વારા જામનગરના સેશન્સ કોર્ટમાં જામીન મુક્ત થવા અરજી કરી હતી. જેમાં સરકારી વકીલની રજુઆતો અને મૂળફરીયાદી દ્વારા રજુ કરવામાં આવેલા વાંધાઓ તથા રજુઆતો ધ્યાને લઈ જામનગર ની સેશન્સ કોટ આ કામના આરોપી રવિરાજસિંહ દોલુભા કેર અને જાફર યુસુફ વસાની જામીન અરજી નામંજુર કરી હતી.
આ કેસમાં જિલ્લા સરકારી વકીલ જમનકુમાર ભંડેરી તથા મૂળ ફરીયાદી તરફે જામનગરના યુવા ધારાશાસ્ત્રી જયેન્દ્રસિંહ એન. ઝાલા, હરપાલસિંહ પી. ઝાલા, સત્યજીસિંહ પી. જાડેજા રોકાયેલ છે.