દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર પોલીસ મથકમાં તાજેતરમાં એક સગીરાના અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં દેવભૂમિ દ્વારકાના સી.પી.આઈ. કચેરીના સ્ટાફ દ્વારા ચલાવવામાં આવેલી તપાસ અંતર્ગત સી.પી.આઈ. આર.બી. સોલંકીના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા આરોપીનું પગેરું દબાવી અને આ પ્રકરણ આરોપી એવા દ્વારકામાં કાનદાસ બાપુના આશ્રમની પાછળના ભાગે રહેતા ઉપેન્દ્ર ઉર્ફે મનીષ રમેશભાઈ પરમાર નામના 20 વર્ષના શખ્સ તેમજ ભોગ બનનાર સગીરાને અમદાવાદ ખાતેથી ઝડપી લીધા હતા.
આ પ્રકરણમાં પોલીસે આરોપી વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી હતી. આ સમગ્ર કામગીરી સી.પી.આઈ. કચેરીના પી.આઈ. આર.બી. સોલંકી જાડેજા સાથે હેડ કોસ્ટેબલ જયદીપભાઈ પાલિયા, ઈન્દ્રસિંહ જાડેજા તથા લાલભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી.