Monday, December 23, 2024
Homeરાજ્યહાલારબે લાખની લાંચ લેતા ઝડપાયેલ મહિલા સરપંચના પતિ સહિતના આરોપીઓ રિમાન્ડ પર

બે લાખની લાંચ લેતા ઝડપાયેલ મહિલા સરપંચના પતિ સહિતના આરોપીઓ રિમાન્ડ પર

- Advertisement -

ખંભાળિયા શહેર નજીક આવેલા રામનગર ગ્રામ પંચાયત વિસ્તારમાંથી વાહન મારફતે કાંપ લઈ જવાની બાબતે રૂપિયા બે લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયેલા ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિદેવ, કોન્ટ્રાક્ટર, સદસ્ય તથા સભ્યના પતિને એસીબી પોલીસે બે દિવસના રિમાન્ડ પર લીધા છે.

- Advertisement -

ખંભાળિયા સહિત સમગ્ર જિલ્લામાં ચકચારી બનેલા આ પ્રકરણમાં ખંભાળિયા નજીક આવેલા ઘી ડેમમાંથી વાહન મારફતે કાંપ કાઢી અને નીકળવા દેવા માટે રૂપિયા ત્રણ લાખની લાંચ માગવા સબબ ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ તથા અન્ય ત્રણ શખ્સો સામે એક આસામી દ્વારા કરવામાં આવેલી ફરિયાદ બાદ એસીબી પોલીસે સોમવારે બપોરે લાંચનું છટકું ગોઠવી અને અહીંના ધમધમતા એવા જોધપુર ગેઈટ વિસ્તારમાંથી રામનગર ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ સુનિલ કાંતિલાલ નકુમ અને કોન્ટ્રાક્ટર જીતેન્દ્ર ઉર્ફે જીતુ રમેશભાઈ નકુમને રંગે હાથ ઝડપી લીધા બાદ આગળની કાર્યવાહીમાં ગ્રામ પંચાયતના સદસ્ય પાંચા મનજીભાઈ નકુમ અને ગ્રામ પંચાયતના મહિલા સદસ્યાના પતિ લલિત વેલજીભાઈ ડાભીને પણ ઝડપી લીધા હતા. આ સમગ્ર પ્રકરણમાં એસીબી એકમના મુખ્ય નિયામક વી.કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ તપાસનીસ અધિકારી અજયસિંહ ગોહિલ દ્વારા આરોપીઓને અહીંની અદાલતમાં રજૂ કરી, રિમાન્ડની માંગણી કરવામાં આવતા નામદાર અદાલતે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન અન્ય કેટલીક બાબતો પણ પ્રકાશમાં આવે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular