Saturday, March 7, 2026
Homeરાજ્યજામનગરસગીર સાથે સૃષ્ટિ વિરૂધ્ધના કૃત્ય અંગે પોકસોના કેસમાં આરોપીને 20 વર્ષની સજા

સગીર સાથે સૃષ્ટિ વિરૂધ્ધના કૃત્ય અંગે પોકસોના કેસમાં આરોપીને 20 વર્ષની સજા

રૂા.5000નો દંડ અને ભોગ બનનારને વળતર પેટે રૂા. 2 લાખ ચૂકવવા સ્પે. પોકસો કોર્ટનો હુકમ

સગીર સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરવાના પોકસોના કેસમાં અદાલત દ્વારા આરોપીને 20 વર્ષની સજા અને રૂા.5000નો દંડ ફટકાર્યો છે તેમજ ભોગ બનનારને વળતર પેટે રૂા.2 લાખ ચૂકવવા પણ સ્પે. પોકસો કોર્ટે હુકમ કર્યો છે.

- Advertisement -

આ કેસની વિગત મુજબ, ગત તા.18/07/2023 ના રોજ ફરિયાદીના પતિ રીક્ષા લઇને ધંધો કરવા ગયા હોય અને ફરિયાદીને દશામાના વ્રત ચાલતા હોય આરતી કરવા માટે તેમના પાડોશી સારીકાબેન, ચેતનાબેન તેમના ઘરે આવ્યા હતાં અને દશામાની આરતી કરતા હતાં આ દરમિયાન ફરિયાદીનો ત્રણ વર્ષનો સગીર વયનો પુત્ર ઘરની બહાર રમતો હતો ત્યારે ભોગ બનનાર સગીરનો રોવાનો અવાજ આવતા ફરિયાદી બહાર જોવા માટે ગયા હતાં ત્યારે તેમના પાડોશમાં રહેતા આરોપી રસિકલાલ દેવજી પરમાર નામના વૃદ્ધ દ્વારા સગીર બાળક સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરતા સગીરે બુમાબુમ કરી હતી. જેથી ફરિયાદી તથા તેમના પાડોશી એકઠાં થઈ ગયા હતાં. આ બનાવ અંગે ફરિયાદી દ્વારા પંચકોશી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

જે કેસ સ્પે. પોકસો કોર્ટમાં ચાલી જતા દસ્તાવેજી પુરાવાઓ તથા સરકારી વકીલની દલીલોને ધ્યાને લઇ આરોપીને તકસીરવાન ઠેરવી પોકસો કલમ 4 માં 20 વર્ષની સખ્ત કેદની સજા તથા રૂા.5000 નો દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજા તથા ભોગ બનનારને વળતર પેટે રૂા.2 લાખ ચૂકવવા સ્પે. પોકસો કોર્ટના જજ આર પી મોગેરા એ હુકમ કર્યો છે. આ કેસમાં સરકારી વકીલ તરીકે ભારતી વાદી રોકાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular