Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરચેક રિટર્નના બે-બે કેસોમાં અમદાવાદના આરોપીને બંને કેસોમાં એક-એક વર્ષની સજા

ચેક રિટર્નના બે-બે કેસોમાં અમદાવાદના આરોપીને બંને કેસોમાં એક-એક વર્ષની સજા

- Advertisement -

આ કામના ફરિયાદી ઘનશ્યામ મોહનભાઈ પટેલે અમદાવાદના આરોપી નિલેશ મદનમોહન પંચાલને ધંધાના વિકાસ માટે રૂપિયાની જરૂરિયાત પડતા રૂા.3,50,000 તથા રૂા.3,00,000 ઉછીના આપેલ હતાં.તે કાયદેસરની લેણી રકમની માંગણી કરતા આરોપી દ્વારા ફરિયાદીને રૂા.3,50,000 તથા રૂા.3,00,000 નો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના બે ચેકો આપેલ હતાં. જે ચેકો ફરિયાદીની બેંકમાં ભરતા આ ચેકો PAYMENT STOPPED BY DRAWERના શેરા સાથે આરોપીઓ દ્વારા રિટર્ન કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ ફરિયાદી દ્વારા આરોપીને લીગલ નોટિસ મોકલવામાં આવી હતી. જે નોટિસ આરોપીને બજી જવા છતાં આરોપીએ ચેક મુજબની રકમ ફરિયાદીને ચૂકવેલ ન હોય આથી ફરિયાદીએ જામનગરની અદાલતમાં બે કેસો દાખલ કર્યા હતાં. તે બંને કેસમાં કોર્ટે બંને પક્ષકારોને સાંભળ્યા બાદ કોર્ટે નેગોશિએબલ ઈન્સ્ટુ્રમેન્ટની કલમ 138 મુજબ ફરિયાદીના વકીલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી નિલેશ મદનમોહન પંચાલને બંને કેસમાં એક-એક વર્ષની સજા તથા ચેકની રકમનો દંડનો હુકમ કરેલ છે. અને જો આ દંડ ન ભરે તો ત્રણ માસની વધારાની સજા હુકમ ફરમાવેલ છે. ફરિયાદી તરફે વકીલ મનોજ કે. નંદા તથા રક્ષિત એમ. હીરપરા રોકાયેલા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular