Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરગાયોને ગેરકાયદેસર રીતે કાતલખાને લઇ જવાના કેસ માં આરોપીના જામીન નામંજૂર

ગાયોને ગેરકાયદેસર રીતે કાતલખાને લઇ જવાના કેસ માં આરોપીના જામીન નામંજૂર

- Advertisement -

લક્ષ્મીપુર-ગોલણીયા ચોકડીએ રોડ પરથી આઈસર ટ્રક પસાર થતા આઈસર ટ્રક માં બે રાહદારી પંચોને બોલાવી તપાસ હાથ ધરાતા આઠ ગાયોને ટુકા દોરડા વડે ગળાથી દયાજનક રીતે ક્રુરતા પૂર્વક બાંધવામાં આવેલ હતી અને તમામ ગાયોને બેસવાની અપૂરતી જગ્યાના કારણે હલન-ચલન કરી શકે તેમ ન હોય. તેમજ ગાયોને ધાસચારો કે પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ ન હતી. જેથી પોલીસ સ્ટાફ દ્વારા ગાયોને એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરવા સબબ સક્ષમ અધિકારીના પાસ પરમીટ કે પ્રમાણપત્ર ડ્રાયવર તથા ક્લીનર પાસે માંગતા તેઓ પાસે કોઈ પાસ પરમીટ કે પ્રમાણપત્ર ન હોવાનું જણાવેલ હોય, જેથી ગાયોને ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાને લઈ જવામાં આવતી હોય આરોપીઓ અરવિંદ ઉર્ફે કાળુ દેવશીભાઈ મકવાણા-ડ્રાયવર અને સુનીલ ઉર્ફે ભાણો મુકેશભાઈ વાઘેલા-ક્લીનર (બન્ને રહે. જેતપર, જીલ્લો રાજકોટ ગ્રામ્ય )વિરુદ્ધ ગુન્હો નોંધી આરોપીઓની ધડપકડ કરવામાં આવી હતી. આરોપીઓ દ્વારા જામીન ઉપર મુક્ત થવા જામીન અરજી કરી હતી.જે કોર્ટ દ્વારા નામંજુર કરવામાં આવી હતી.ત્યારબાદ બન્ને આરોપીઓ દ્રારા ચાર્જશીટ બાદ જામીન ઉપર મુક્ત થવા જામનગરની સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી.

જેમાં કોર્ટ દ્વારા બન્ને પક્ષોની દલીલોને ધ્યાને લઇ ગુજરાત સરકાર દ્વારા એનીમલ ક્રુઅલ્ટીના કેસો અટકાવવા સબબ નિમણુંક પામેલ સ્પેશીયલ સરકારી વકીલ ગીરીશભાઇઆર.ગોજીયાની દલીલો ધ્યાને લઇને એડી. સેશન્સ કોર્ટ દ્વારા આરોપીઓની જામીન અરજી પણ નામંજુર કરવાનો હુકમ ફરવામાં આવેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular