Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરવચગાળાના જામીન પરનો નાસતો-ફરતો આરોપી ઝડપાયો

વચગાળાના જામીન પરનો નાસતો-ફરતો આરોપી ઝડપાયો

પેરોલ ફર્લો સ્કવોર્ડ એ ધ્રોલમાંથી દબોચ્યો : જીલ્લા જેલમાં સોંપવા કાર્યવાહી

- Advertisement -

જામનગર જેલમાં વચગાળાના જામીન પર મુકત થયેલા ફરારી આરોપીને પેરોલ ફર્લો સ્કવોર્ડે ધ્રોલમાંથી ઝડપી લઇ જેલ હવાલે કરવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરની જિલ્લા જેલમાં રહેલા પાકા કામના કેદી નં.649/2022 રફિક સુમાર રાઠોડ (રહે. ગાયત્રીનગર, ધ્રોલ) નામના આરોપી વચગાળાના જામીન પરથી ફરાર થઈ ગયો હતો અને નાસ્તો ફરતો હતો. આ નાસતા ફરતા આરોપી અંગેની ગજેન્દ્રસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, લખધિરસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી પેરોલ ફર્લો સ્કવોર્ડના પીઆઈ કે.કે. ગોહિલ, એએસઆઈ ગોવિંદભાઈ ભરવાડ, પો.કો. લખધીરસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઈ નોયડા, કાસમભાઇ બ્લોચ, રણજીતસિંહ પરમાર, મેહુલભાઈ ગઢવી, કરણસિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર તથા પો.કો. મહિપાલભાઈ સાદિયા, ધર્મેન્દ્રભાઈ વૈષ્વણ તથા અરવિંદગીરી સહિતના સ્ટાફે ધ્રોલમાંથી રફિક રાઠોડને દબોચી લઇ જામનગરની જીલ્લા જેલમાં સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular