Wednesday, December 25, 2024
Homeરાજ્યહાલારજામનગર પંથકમાં રિસામણે બેસેલી યુવતી સાથે દુષ્કર્મ

જામનગર પંથકમાં રિસામણે બેસેલી યુવતી સાથે દુષ્કર્મ

યુવતીના પિતા દ્વારા ગુમ નોંધ: શખ્સે દુષ્કર્મ આચરી મૈત્રીકરાર પર સહી સીક્કા કરાવ્યા: બે શખ્સોની ધરપકડ

- Advertisement -

જામનગર તાલુકાના સીક્કા ગામમાં રહેતી યુવતી ઉપર દુષ્કર્મ આચરનાર શખ્સ વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના સીક્કા ગામમાં રહેતી યુવતીના પતિ સાથે અણબનાવ થતા તેના માવતરે રોકાવા આવી ગઈ હતી. દરમિયાન ચાપરાજ ભીખા હાજાણી નામના શખ્સે તેના સાગરિતની મદદથી યુવતીનું અપહરણ કરી એક ખેતરમાં ગોંધી રાખી દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારબાદ યુવતી સાથેના મૈત્રીકરારમાં અંગુઠા મરાવી લીધા હતાં અને લગ્ન નોંધણીના કાગળો સાથે સીક્કા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતાં. આ પ્રકરણમાં યુવતીના પિતા દ્વારા ગુમ નોંધની જાણ કરવામાં આવી હતી. બંને પોલીસ સમક્ષ હાજર થયા બાદ પોલીસે અરજીના આધારે તપાસ હાથ ધરી હતી અને યુવતીને તેણીના માતા-પિતાના ઘરે મોકલી દેવામાં આવી હતી.

ત્યારબાદ ભોગ બનનાર યુવતીના વકીલે અદાલતમાં રજૂઆત કરી પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી ન હોવાની અરજી કરી હતી. જેના આધારે અદાલતે પોલીસ વડાને દુષ્કર્મ અંગે ગુનો નોંધવા અને જવાબદાર પોલીસ કર્મચારીઓ પાસેથી ખુલાસો મેળવવાના આદેશના સંદર્ભે પોલીસે ચાપરાજા ભીખા હાજાણી નામના શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી અને તેના ભાઈ બુધા હાજાણીની મદદગારી સંદર્ભે તપાસ આરંભી હતી અને બંને ભાઇઓની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યાં હતાં. દરમિયાન યુવતીની તબીબી ચકાસણી કર્યા બાદ તેના માતા-પિતાના ઘરે મોકલી દેવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular